“વિશ્વ માતૃભાષા દિવસ”


૨૧ ફેબ્રુઆરી૨૦૧૮


૨૧ ફેબ્રુઆરી૨૦૧૮

માતૃ ભાષા એ સોનું છે અને સાહિત્યકાર એનો ધડનાર છે.પછી આ સોનામાંથી કેવા ઘરેણા ધડવા એ જે તે ધડનાર પર આધારિત છે.તેથી મને મારી માતૃ ભાષા પ્રત્યે ગર્વ છે.
કોઈ પણ પરિસ્થિતિ સુખ દુઃખ ઘટના બને તો તેમાંથી તેજસ્વીતા નું દર્શન આપણે આપણી માતૃ ભાષા કરાવે છે.
જે લાગણી સાથેના હદયસ્પર્ષી વાત આપણે માતૃભાષા ના શબ્દો દ્વારા સમજાવી શકીએ એ બીજી કોઈ ભાષા દ્વારા ના સમજાવી શકીએ કારણકે માતૃભાષા થી ઉચેરું કોઈ નથી અને માતૃભાષા માં જે વ્યક્ત કરવાની મજા આવે તે બીજી કોઈ ભાષા માં મજા ન આવે કારણકે માતૃભાષા માં અનેરો આનંદ આવે છે.
કોઈ વિદેશી ને ગુજરાતી માધ્યમ ની સ્કુલ માં મૂકી દો તો શું થશે ? આપણું માનસ જ આ વાત ની કલ્પના નહિ કરી સકે કે કોઈ વિદેશી આપણી ભાષા ભણી શકે અને જો કોઈ વિદેશી આપણી માતૃભાષા માં દરેક વિષય નું જ્ઞાન ન લઇ શકે તો બાળક કેવી રીતે અન્ય ભાષા ને પચાવશે?
આજે બાળકો ના બને વિશ્વ ગુમ થઇ રહ્યા છે ન તો તેને ધૂમકેતુ ની વાર્તા કે ન તો તેને રમેશ પારેખ ના ગીતો આવડે છે કે ન તો એકેય અંગ્રેજી કવિ ના પ્રેમ માં પડી શકે છે. આ રીતના બાળક તેના બને પાસા ગુમાવે છે.
જેમ માં ની તુલના કોઈની સાથે ન કરી શકીએ તેવી જ રીતે માતૃભાષા ની પણ તુલના કોઈ સાથે ન થાય.

ઊંચ નીચ માં નથી માનતી અમારી ગુજરાતી ભાષા…,
એટલે જ તો અમારે કેપિટલ કે સ્મોલ લેટર નથી હોતા..
ચાલો આપણે સૌ મળીને આપણી માતૃભાષા નું રક્ષણ કરીએ અને ગર્વથી કહીએ કે હું ગુજરાતી છું અને ગુજરાતી મારી માતૃભાષા છે મને ગુજરાતી હોવાનો ગર્વ છે અને માતૃભાષા પ્રત્યે મને પ્રેમ છે.

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!

જય હો ગરવી ગુજરાત
હું રહેવાશી ગુજરાત નો
ગુજરાતી મારી ભાષા છે.

વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ ….

By HT. Gaurang Joshi

LIC Agent Commission Chart 2017 

LIC Agent Commission Chart: LIC agents are official insurance advisors who explain you about the LIC Policy and in return, they earn the commission. Many of us want to know how much an LIC Agent gets Commission? What is LIC Agent Commission Rate? Here I have given complete details of Agent Commission in LIC India. So, go through the following sections of the article to know more about LIC Agents Commission.
Contents [hide]
1 LIC Agent Commission Chart
1.1 LIC Agent Commission Details
1.2 Types of Agent Commission in LIC
1.2.1 Example for LIC of India Agent Commission
LIC Agent Commission Chart

LIC Agent Commission is nothing but the commission that an LIC Insurance Agent gets from the corporation. Life Insurance Agency is a unique career. Because the harder you work the more commission you get. It varies from Policy to policy, and also the Commission of LIC Agent is based on the term of the policy. That means higher the term, more the commission that the agent gets.

The first Agent commission in LIC will be dependent on term of the policy and type of the policy (Endowment, Money back, etc). Here we have provided the information about the commission that an LIC agent gets, and you can also get from Lic Agent Portal. The LIC Agents Commission in Insurance is also based on the type of the policy which is available on our website.

The maximum commission that the LIC Agent gets in the first year is 25% for 15 years, and above and commission is reduced to 5% after the 4th year. In some cases, the agents offer to pay the first month premium to encourage us to start the policy. Here, you can also get the LIC Agent Commission Status from our site.

For Endowment Natured Policies with 15 years or more term a first year commission of 25% and a Bonus Commission on the same to the extent of 10% on the First Yr Premium. An overall 35% is payable provided the Agent is eligible for Bonus. Otherwise, the maximum LIC of India Agent Commission payable remains to be 25 % on the First Year Premium Paid. Moreover, the sale of Life Insurance gives repeated commission payments for one sale. The LIC Agent commission rate continues even after the agent resigns or dies; provided the agent has the required business in force as per rules.

LIC Agent Commission Details

First Commission Depending on Term of the policy and type of the Policy like (Endowment/Money back etc.)
First Year Commission Commission payable on the First year premium.
Bonus Commission Subject to conditions.
Renewal commission Depending on Term of the policy & type of the policy.
Types of Agent Commission in LIC

The maximum amount of Lic Agent commission 25% in endowment plans and acquires 15% in Money back plans. You can get complete details upon Lic agent commission which are enclosed below.

YEAR
1st Type
(ENDOWMENT)
2nd Type
(MONEY BACK)
1st YEAR 25% 15%
BONUS COMM. 40% OF COMM 40% OF COMM
2nd YEAR 7.5% 10%
3rd YEAR 7.5% 10%
4th YEAR onwards 5% 6%
1st YEAR 25% 15%
Example for LIC of India Agent Commission

If 10,000 Rs/- was collected as yearly premium for a 20 year policy term and the policyholder pays the premium regularly, then the Benefits are as follows
ENDOWMENT TYPE MONEY BACK TYPE
1st Year :10000 X 25% – 2500
Bonus : 2500 X 40% – 1000
2nd Year :10000 X 7.5% – 750
3rd Year :10000 X 7.5.% – 750
4th Year :10000 X 5% – 500
5th Year :10000 X 5% – 500
6th Year :10000 X 5% – 500
7th Year :10000 X 5% – 500
8th Year :10000 X 5% – 500
9th Year :10000 X 5% – 500
10th Year :10000 X 5% – 500
11th Year :10000 X 5% – 500
12th Year :10000 X 5% – 500
13th Year :10000 X 5% – 500
14th Year :10000 X 5% – 500
15th Year :10000 X 5% – 500
16th Year :10000 X 5% – 500
17th Year :10000 X 5% – 500
18th Year :10000 X 5% – 500
19th Year :10000 X 5% – 500
20th Year :10000 X 5% – 500
TOTAL : – 13500
1st Year :10000 X 15% – 1500
Bonus : 1500 X 40% – 600
2nd Year :10000 X 10% – 1000
3rd Year :10000 X 10% – 1000
4th Year :10000 X 6% – 600
5th Year :10000 X 6% – 600
6th Year :10000 X 6% – 600
7th Year :10000 X 6% – 600
8th Year :10000 X 6% – 600
9th Year :10000 X 6% – 600
10th Year :10000 X 6% – 600
11th Year :10000 X 6% – 600
12th Year :10000 X 6% – 600
13th Year :10000 X 6% – 600
14th Year :10000 X 6% – 600
15th Year :10000 X 6% – 600
16th Year :10000 X 6% – 600
17th Year :10000 X 6% – 600
18th Year :10000 X 6% – 600
19th Year :10000 X 6% – 600
20th Year :10000 X 6% – 600
TOTAL : – 14300
FOR SINGLE PREMIUM — COMM. IS 2 %
From the above table, you noticed that if term is more then your agents commission is also more. So, higher the term, more the commission that the agent gets.

Note:

Renewal Commission: It is the Real commission & basis for lot of other benefits.
From 2nd Year onwards Commission you get is called Renewal Commission.
Filed Under:

By HT. Gaurang Joshi

BEST ANTHEM OF THE WORLD

Happy news, Our national anthem “Jana Gana Mana… “is declared as the “BEST ANTHEM OF THE WORLD”by UNESCO.

Very proud to be an INDIAN.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

✨✨ Meaning of our National Anthem ✨✨

🇮🇳 Please try to understand the meaning and pronounce it clearly.

Word by word meaning..

🎵Jana            = People

🎵Gana            = Group

🎵Mana           = Mind

🎵Adhinayaka= Leader

🎵Jaya He      = Victory 

🎵Bharata       = India

🎵Bhagya       = Destiny

🎵Vidhata      = Disposer

🎵Punjaba     = Punjab

🎵Sindhu       = Indus

🎵Gujarata    = Gujarat

🎵Maratha    = Marathi Maharashtra

🎵Dravida      = South

🎵Utkala        = Orissa

🎵Banga        = Bengal

🎵Vindhya     =Vindhyas

🎵Himachal   =Himalay

🎵Yamuna     = Yamuna

🎵Ganga        = Ganges

🎵Uchchhala = Moving

🎵Jaladhi      = Ocean

🎵Taranga    = Waves

🎵Tava          = Your

🎵Shubh    =Auspicious

🎵Naame = name

🎵Jage     = Awaken

🎵Tava     = Your

🎵Shubha      = Auspicious

🎵Aashisha = Blessings

🎵Maage     = Ask

🎵Gaahe      = Sing

🎵Tava        = Your

🎵Jaya        = Victory

🎵Gatha      = Song

🎵Jana       = People

🎵Gana      = Group

🎵Mangala = Fortune

🎵Dayaka   = Giver

🎵Jay He    = Victory Be

🎵Bharata  = India

🎵Bhagya  = Destiny

🎵Vidhata = Dispenser

🌸Jay He, Jay He, Jay He, Jay Jay Jay Jay He = Victory, Victory, Victory, Victory Forever…jay ho

LET ALL PEOPLE KNOW THE MEANING OF OUR NATIONAL ANTHEM..

By HT. Gaurang Joshi

ગંગાના અવતરણનું પાવન પર્વઃ ગંગા દશહરા

Imageનારેશ્વર 31/5/2012

           જીવમાત્રના કલ્યાણ હેતુ જેઠ વદ દસમના શુભ દિવસે સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું. ગંગાનું આપણી ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક દૃષ્ટિએ અનેરું મહત્ત્વ છે. ગંગામૈયા પુરાણોમાં ઉલ્લેખ છે તે મુજબ ભવિષ્યના પિતૃજીવન કાર્મથી તપ કરીને પૃથ્વી પર ગંગા મૈયાએ જેઠ સુધ પ્રતિપત્રથી દસ દિવસ એટલે કે જેઠ સુદ ૧૦ સુધીમાં અવતરણ કર્યું હતું. જેને ગંગા દશહરા કહેવામાં આવે છે. આ દિવસો દરમ્યાન નર્મદાજીના જલ પ્રવાહમાં અજ્ઞાત સ્વરૂપેસાક્ષાત ગંગાજી મળવા આવે છે એવી પણ શ્રધ્ધા છે કે આ દશ દિવસની દશહરા મહોત્સવ ઉજવણી કાલિકાલમાં આવિ- વ્યાધિ ઉપાધિના ત્રણે ભયોનું હરણ દુર થાય છે. નર્મદા પુરાણોમાં જણાવ્યા મુજબ દર્શન માત્રથી સર્વ પાપનો નાશ થાય છે. વર્ષમાં કુલ ત્રણ વાર ગંગા દશહરાની ઉજવણી થાય છે જેમાં આ સૌથી વધુ મહત્વપૂર્ણ અને ફળદાયી છે. આ દિવસે નર્મદામાં સ્નાન કરી પૂજા-અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને ભયમાંથી મુક્તિ મળે છે. નર્મદા નદી વિષે કહેવાય છે કે ગંગા સ્નાનથી પાપ નાશ પામે છે જયારે પાવન સલીલા માઁ નર્મદાના તો દર્શન માત્રથી તમામ પાપ ધોવાઇ જાય છે.

          ગંગા દશહરા નિમિત્તે નારેશ્વર મુકામે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. શ્રી ગૌરાંગ જોષીએ સપરિવાર પાવન સલીલા માઁ નર્મદામાં સ્નાન કરી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યાં હતા અને આસ્થાભેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

By HT. Gaurang Joshi

વર્ષ ૨૦૧૨ માટે સરકારે જાહેર કરેલી રજાઃ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓની યાદી આ મુજબ છે.

મકરસંક્રાંતિ—————— ૧૪ જાન્યુઆરી શનિવાર
પ્રજાસત્તાક દિન—————-૨૬ જાન્યુઆરી ગુરુવાર
મહાશિવરાત્રી——————૨૦મી ફેબ્રુઆરી સોમવાર
ધુળેટી———————–૮મી માર્ચ ગુરુવાર
ચેટીચંડ———————-૨૪મી માર્ચ શનિવાર
મહાવીરજયંતી—————–૪થી એપ્રિલ બુધવાર
ગુડ ફ્રાઇડે———————૬ઠ્ઠી એપ્રિલ શુક્રવાર
આંબેડકરજયંતી—————–૧૪મી એપ્રિલ શનિવાર
પરશુરામજયંતી—————–૨૪મી એપ્રિલ મંગળવાર
રક્ષાબંધન———————૨જી ઓગસ્ટ ગુરુવાર
જન્માષ્ટમી——————–૧૦મી ઓગસ્ટ શુક્રવાર
સ્વાતંત્ર્યદિન——————૧પમી ઓગસ્ટ બુધવાર
પારસી નૂતનવર્ષ-પતેતી———-૧૮મી ઓગસ્ટ શનિવાર
સંવત્સરી———————૧૯મી સપ્ટેમ્બર બુધવાર
ગાંધીજયંતી——————-૨જી ઓક્ટોબર મંગળવાર
દશેરા———————–૨૪મી ઓક્ટોબર બુધવાર
બકરી ઈદ——————–૨૬મી ઓક્ટોબર શુક્રવાર
સરદારજયંતી——————૩૧મી ઓક્ટોબર બુધવાર
દિવાળી———————-૧૩મી નવેમ્બર મંગળવાર
બેસતું વર્ષ——————–૧૪મી નવેમ્બર બુધવાર
ભાઈબીજ———————૧પમી નવેમ્બર ગુરુવાર
ગુરુનાનકજયંતી—————–૨૮મી નવેમ્બર બુધવાર
નાતાલ———————–૨પમી ડિસેમ્બર મંગળવાર

નીચેની રજા રવિવારે આવતી હોવાથી જાહેર રજા તરીકે જાહેર કરી નથી.

ઇદ-એ-મિલાદ-ઉન્નબી—-પમી ફેબ્રુઆરી
રામનવમી————૧લી એપ્રિલ
રમજાન ઈદ———–૧૯મી ઓગસ્ટ
મહોર્રમ————–૨પમી નવેમ્બર

By HT. Gaurang Joshi

ગુણોત્સવ : ર૦૧૧ બીજો દિવસ November 25, 2011

ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતેના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના
ડેપ્‍યુટી
સેકેટરી શ્રી એમ.સી.સોની એ સી.આર.સી. એરાલમાં સમાવિષ્‍ટ વરવાડા શાળા ખાતે
શાળાનું મુલ્યાંકન કરી શાળાની પ્રવૃત્તિ તેમજ શિક્ષણ કાર્યની જાણકારી મેળવી
હતી. તેઓએ ધોરણ-૩ થી ૮ ના બાળકોનું ગુજરાતી-અંગ્રેજી વિષયોનું લેખન-વાંચન
તેમજ ગણિત વિષયનું મુલ્યાંકન કયું હતું તેમજ શાળામાં ભૌતિક
સુવિધાઓ
કમ્પ્યુટર દ્વારા શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, ઇકોકલબ, રમતોત્સવ જેવી બાબતોની પણ ચકાસણી કરી હતી.. શાળાઓમાં નિયમિત યોજાતી
પ્રાર્થના, ભજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટક, યોગા, વિદ્યાર્થીઓ અને
શિક્ષકોની જ્ઞાનગોષ્‍ટ‍િ
જેવી રોજીંદી ક્રિયાને‍ નિહાળી તેનું મુલ્યાંકન
કયું હતું.બાળકોના જન્મદિવસ ઉજવણી આજનું
ગુલાબ અને સ્વચ્છતા પર ભાર મુકવા
જેવા કાર્યક્રમો યોજી
તેઓનું સન્માન કયું હતું.

ડેપ્‍યુટી
સેકેટરી શ્રી એમ.સી.સોની એ બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા યોગ્ય
અને સંતોષકારક નહીં હોવાનો ઘટસ્ફોટ કરતાં ચકચાર મચી ગઇ હતી. બાળકોને
એક્ષ્પાયરી ડેઇટના ખાદ્ય પદાર્થો ખવડાવવામાં આવતું હોવાનું સનસનાટીભર્યુ
કૌંભાડ ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન બહાર આવ્યું હતું.સમગ્ર ઘટનાની તપાસ કરી
તાત્કાલિક રિપોર્ટ રજુ કરવાનો ફુડ અને ડ્ગ્‍સના અધિકારીશ્રીને આદેશ કરતાં
ફફડાટ ફેલાઇ ગયો છે.

લાયઝન
ઓફીસરશ્રીગૌરાંગ જોષી એ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવયું હતું કે, રાજય
સરકારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા દ્વારા વિદ્યાર્થી ભાઈ
બહેનોને શિક્ષણ લેવા પ્રેરીત કરવાનો અભૂતપૂર્વ જનઅભિયાન ઉપાડયું છે અને આ
કાર્યક્રમના પ્રોત્સાહક પ્રતિસાદથી વિદ્યાર્થી ભાઈ-બહેનોનું શાળાઓમાં
સ્થાયીકરણ રહે અને તેમને ગુણવતાસભર શિક્ષણ મળે તે માટે ગુણોત્સવ કાર્યક્રમનું ફળદાયી આયોજન કર્યુ છે
.રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણ માટે બધીજ સગવડો આપીછે,ત્યારે વાલીસમાજ પોતાના બાળકના વિકાસ પ્રત્યે ઉદાસિન રહે તે સ્થિતિ મંજૂર નથી.ગામ આખું શાળા અને શિક્ષક અંગે જાગૃત રહેતો
શિક્ષણની ગુણવત્તા ઊંચી આવ્યા વગર રહેવાની નથી
તેમ તેમણે ગ્રામસભામાં જણાવ્યું હતું.

શ્રી એમ.સી.સોની એ ઉદબોધનમાં જણાવ્‍યુંહતું કે, પ્રાથમિક શાળાના શિક્ષક, વિદ્યા સહાયક ભાઈ-બહેનો સાચા અર્થમાં કર્મયોગી બની કામગીરી કરી રહ્યા છે ત્યારે એક જનેતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે છે તેમ
જણાવી વાલીઓ અને માતાઓ પોતાના સંતાનોના સારા અભ્યાસ બાબતે જાગૃત થાય તે માટે હાકલ કરી હતી. બાળક શાળામાં શિક્ષણ અભ્યાસ ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓ તથા રમતગમતમાં પરસેવો પાડે, મોજમસ્તીના બાળપણ સાથે ઉમંગથી અભ્યાસ કરે અને બાળકો કુપોષણની પીડાથી મૂકત રહીને પૌષ્ટીક ભોજન, કોમ્પ્યુટર શિક્ષણ, યોગપ્રાર્થના સ્વચ્છતાની ટેવો સાથે સંસ્કાર પામે એ માટે શાળાના શિક્ષણ
પરિવાર તથા સમસ્ત ગ્રામવાલી
સમાજને પોતાની ઉદાસિનતાનું વલણ બદલવા તેમણે ગ્રામસભામાં પણ ખાસ અપીલ કરી
હતી.


ભૂતકાળમાં કોઇએ પ્રાથમિક શાળાના ભણતરની
ચિન્તા કરી હોય કે ના કરી હોયમારે મન ગામનું પ્રત્યેક બાળક, ગરીબ પરિવારનું બાળક
ભણે-ગણે અને કુપોષણથી મૂકત બને એની પ્રાથમિકતા છે
.વરવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો સાથ બેઠક યોજી શાળામાં શિક્ષણની સાથો સાથ બાળકોમાં ખેલકૂદ અને રમત ગમતમાં અભિરૂચિ વધે તથા ગુણવત્તાયુકત આંતરમાળખાકીય સવલતો પુરી પાડીને ઉત્તમ શિક્ષણ પુરૂ પાડવાનું સૂચવ્યું હતું.

વરવાડા શાળા ખાતે આ પ્રસંગે મુખ્ય શિક્ષક રાજેશ પગી તેમજ નટુભાઇ પટેલ, વાલીઓ, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન તેમજ માર્ગદર્શન સીઆરસી કોઓડિઁનેટર અને લાયઝન ઓફીસરશ્રીગૌરાંગ જોષી એ પૂરું પાડ્યું હતું.

By HT. Gaurang Joshi

અજાયબ હકીકત – ર

 

 

 • દરિયાનું
  બધું જ પાણી બાષ્પીભવન થતા તેમાંથી જે મીઠું બને તેના થી પૃથ્વી પર પાંચસો
  ફૂટ જાડું સ્તર બને
 

 

 • ગુડ બાય શબ્દ ગોડ બાય પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ છે – ગોડ બી
  વિથ યુ. એટલે કે ઈશ્વર તમારી સાથે રહે.

 

 • કેટલાક દેશોમાં રસોઈમાં ડુંગળીના બદલે ટયૂલિપ ફૂલનો ઉપયોગ કરવામાં
  આવે છે.

 

 • પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સુગંધ પારખવાની ક્ષમતા વધુ હોય છે.
 

 

 • સહરાનું રણ અમેરિકા ખંડ જેટલી વિશાળતા ધરાવે છે.
 

 

 • કેનેડાનો અર્થ બિગ વિલેજ એટલે કે મોટું ગામડું એવો થાય છે.
 

 

 • ૮ નવેમ્બર, ૧૭૯૩ના રોજ ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન લુઅર મુલાકાતીઓ
  માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
 

 

 • હવાઇન ભાષામાં માત્ર બાર જ મૂળાક્ષરો છે.
 

 

 • ૧૯૩૨માં શિયાળામાં નાયગ્રા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો હતો.
 

 

 • કોઈ પણ વૃક્ષ કરતાં ઓકનું વૃક્ષ વીજળીને કારણે સૌથી ઝડપથી નાશ પામે
  છે.

 

 • સત્તર વર્ષની ઉંમરે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનારા
  રાફેલ સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
 

 

 • કાર ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવનાર બુગાતીને એસેન્ટ્રિક જિનિયસના
  ઉપનામથી નવાજવામાં આવતા.
 

 

 • મહાન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે ચિત્રો દોરવાની શરૂઆત કરી
  હતી.
 

 

 • ઈ.સ. પૂર્વે ૨૪૬માં કિન શાસક દ્વારા ચીનમાં ટેરાકોટા આર્મીનું
  નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
 

 

 • એતોર બુગાતીએ ૧૯૦૯માં બુગાતી કંપનીની સ્થાપના કરી હતી.
 

 

 • પિકાસોને લુઅર મ્યુઝિયમમાંથી મોનાલીસાના ચિત્રની ચોરી કરવાના
  આરોપમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં
  આવ્યા હતા.
 

 

 • ન્યૂ યોર્કમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ર્ટિમનલ રેલવે સ્ટેશન
  વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે.
 

 

 • ૧૫૦૦ની સાલમાં પહેલી વાર કાચની બોટલનો ઉપયોગ થયો હોવાનું માનવામાં
  આવે છે.
 

 

 • વ્હાઈટ હાઉસના નિર્માણ માટેની સ્પર્ધામાં આઈરિશ ડિઝાઈનર જેમ્સ
  હોબાનની ડિઝાઈન પસંદ કરવામાં આવી હતી.
 

 

 • કોલકાતામાં આવેલું ઇન્ડિયા મ્યુઝિયમ ભારતનું સૌથી જૂનું અને સૌથી
  મોટું મ્યુઝિયમ છે.

 

 • વ્યક્તિ એક મિનિટમાં વધુમાં વધુ બસો શબ્દો વાંચી શકવાની ક્ષમતા
  ધરાવે છે.

 

 • માર્ગરેટ થેચર બ્રિટનનાં પ્રથમ મહિલા વડાપ્રધાન હતાં.
 

 

 • વાસ્કો-દ-ગામાની સમાધિ કેરળના કોચી ખાતે આવેલી છે.
 

 

 • ૧૯૦૯માં રોબર્ટ પિઅરીએ ઉત્તર ધ્રુવની શોધ કરી હતી.
 

 

 • વરસાદનું એક ટીપું વધુમાં વધુ ૧૮ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર
  વરસતું હોય છે.
 

 

 • આફ્રો-એશિયન ગેમ્સનું પહેલી વાર આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં
  આવ્યું હતું.
 

 

 • એક બ્લડસેલને સમગ્ર શારીરિક તંત્રનું ચક્કર લગાવતા સાઠ સેકન્ડનો
  સમય લાગતો હોય છે.
 

 

 • ડીએનએ વિશેની પહેલવહેલી જાણકારી ૧૮૬૯માં ફ્રેડરિક મિશલરે આપી હતી.
 

 

 • ન્યૂટન સંસદસભ્ય રહ્યાં તે દરમિયાન માત્ર એક જ વાક્ય બોલ્યા હતા,જે
  વાક્ય સંસદની બારી ઉઘાડવા માટેનું હતું.
 

 

 • દર મહિને આપણા વાળ બે મિલિમીટર જેટલાં વધતાં હોય છે.
 

 

 • ઓકના વૃક્ષમાં ચોવીસ કલાકમાં પચીસ ગેલન જેટલું પાણી બાષ્પીભવન થાય
  છે.
 

 

 • કાચિંડો એક સમયે બે જુદી જુદી દિશાઓમાં રહેલી વસ્તુઓને એકસાથે જોઈ
  શકે છે.
 

 

 • ગ્રેટ બેરિયર રિફ બે હજાર કિમીનો વિસ્તાર આવરે છે.
 

 

 • મનુષ્યના શરીરમાં રહેલી રક્તવાહિનીઓ ૬૨,૦૦૦ માઈલ જેટલી લાંબી થઈ
  શકે છે.
 

 

 • કિંગ તૂત જ્યારે રાજા બન્યો ત્યારે તે નવ વર્ષનો હતો.
 

 

 • વાળની એક લટનું આયુષ્ય સાત વર્ષનું હોય છે. પુરુષોની સરખાણીમાં
  સ્ત્રીઓમાં વાળ વધવાનો દર ઓછો હોય છે.
 

 

 • લંડન બ્રિટન અને યુરોપનું સૌથી મોટું શહેર છે.

 

 • કેટલાંક પતંગિયાં તેમની ઇચ્છા પ્રમાણે રંગ બદલી શકતા હોય છે.

 

 • દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ
  ઝડપથી થાય છે.
 

 

 • ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય
  છે.
 

 

 • પતંગિયાની સ્વાદ પારખવાની ક્ષમતા તેમના પગમાં હોય છે.
 

 

 • મોઝાર્ટે ચાર વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
 

 

 • સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ તેજાના તરીકે કરવામાં
  આવે છે.
 

 

 • વિશ્વમાં સૌથી લાંબો તાજા પાણીનો સ્ત્રોત અમેરિકાના મિશિગનમાં
  આવેલો છે.
 

 

 • ઈટાલિયન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે તેના પિતા પાસે ચિત્ર
  દોરવાની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
 

 

 • બેલ્જિયમમાં સ્ટ્રોબેરીનો સંગ્રહ કરતું અનોખું સંગ્રહાલય આવેલું
  છે.
 

 

 • ક્લાઉડ મોનેટ નામના ચિત્રકારે તેમના મોટાભાગના ચિત્રો તેમના અડિયલ
  શિક્ષકને ધ્યાનમાં રાખીને દોર્યા હતા.
 

 

 • જાપાનમાં બસો જેટલા જ્વાળામુખી આવેલા છે.
 

 

 • વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં આવેલી છે.
 

 

 • લિયોનાર્ડો દ વિન્ચી ચિત્રકારની સાથે સાથે જાણીતા આર્કિટેક્ટ પણ
  હતા.
 

 

 • ૧૯૧૧માં પાબ્લો પર મોનાલીસાના ચિત્રની ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો
  હતો.
 

 

 • બાઈબલમાં યુએફઓનો ઉલ્લેખ જોવા મળે છે.
 

 

 • રોક એન્ડ રોલ મ્યુઝિકની શરૂઆત ૧૯૩૦-૪૦ના ગાળામાં થઈ હતી.
 

 

 • હવાઈ ટાપુના પારંપરિક નૃત્યનું નામ હુલા ડાન્સ છે.
 

 

 • ડો. ઝાકિર હુસૈન ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા.
 

 

 • જનરલ કે.એમ. કરિઅપ્પા ભારતીય સૈન્યના પ્રથમ વડા હતા.
 

 

 • ખજૂરાહોનાં સ્થાપત્યોનું નિર્માણ ઈ.સ. પૂર્વે ૯૫૦ થી ૧૦૫૦ની વચ્ચે
  કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
 

 

 • જી.ડી.બીસ્ટને વિશ્વના સૌથી ઝડપી શોર્ટહેન્ડ લેખક તરીકે ઓળખવામાં
  આવતા.
 

 

 • જીવજંતુઓ-કીટકોના અભ્યાસને એન્ટેમોલોજી તરીકે ઓળખવામાં આવે છે.
 

 

 • ૧૬૦૦ના સમયગાળામાં હોલેન્ડમાં સોના કરતાં ટયુલિપ બલ્બ નામનાં
  ફૂલોનું મૂલ્ય વધારે માનવામાં
  આવતું હતું.
 

 

 • કપડાં પર પડેલાં ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં
  આવે છે.
 

 

 • વિશ્વનો બીજા નંબરનો સક્રિય જ્વાળામુખી મોના લાઓ હવાઈમાં આવેલો છે.
 

 

 • ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ઈ.સ. ૧૯૩૫માં થઈ હતી.
 

 

 • ભારતના ઇતિહાસમાં શાસન કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા રઝિયા (સુલતાન)
  બેગમ હતી.
 

 

 • વાંસનું ઝાડ દિવસમાં લગભગ ત્રણ ફુટ જેટલુ વધે છે.
 

 

 • હાડકા સ્ટીલ કરતા પાંચ ગણા વધાર મજબુત હોય છે.
 

 

 • બતકના અવાજનો ક્યારેય પડઘો નથી પડતો.

 

 • વિશ્વમાં કુંવારપાઠાની 200થી પણ વધુ જાતો જોવા મળે છે.

 

 • કુંવારપાઠાની છાલનો ઉપયોગ ફર્સ્ટ એઈડ એટલે કે ઈજા થઈ હોય તો તેને
  ઠીક કરવા માટે કરવામાં આવે છે.
 

 

 • દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ
  ઝડપથી થાય છે.
 

 

 • ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય
  છે.
 

 

 • લાસ વેગાસમાં કેસિનોમાં ઘડિયાળ નથી રાખવામાં આવતી.
 

 

 • મનુષ્યોના દાંત ખડક જેટલી મજબૂતાઈ ધરાવતા હોય છે.
 

 

 • દેડકાં એક જ સમયે ઉપર, નીચે અને આજુબાજુ એમ ત્રણેય દિશામાં જોઈ
  શકવાની ક્ષમતા ધરાવે છે.
 

 

 • થોમસ એડિસને હેલ્લો શબ્દની શોધ કરી હતી.
 

 

 • સંસ્કૃતમાં બનનારી પ્રથમ ફિલ્મ આદિ શંકરાચાર્યહતી.
 

 

 • સ્વતંત્રતા-સ્વાધીનતાનું ઘોષણાપત્ર હેમ પેપર પર તૈયાર કરાય છે.
 

 

 • શરદી બાદ બગાસાંને ચેપી રોગ માનવામાં આવે છે.
 

 

 • તીતીઘોડા પોતાની પાંખોને પાછળના પગ સાથે ઘસીને ખાસ પ્રકારનો અવાજ
  કાઢે છે.
 

 

 • બતકના અવાજનો પડઘો નથી પડતો.
 

 

 • યોગનો જન્મ ૫,૦૦૦ વર્ષ પૂર્વે ભારતમાં થયો હતો.
 

 

 • પક્ષીજગતમાં કિવી નામના પક્ષીમાં જ ગંધ પારખવાની આવડત હોય છે.
 

 

 • કાકાકૌઆ નામનું પક્ષી આરામ કરતી વખતે ચાંચને પીંછાં પર ગોઠવી દે
  છે.
 

 

 • મનુષ્યોના દાંત ખડક જેટલી મજબૂતાઈ ધરાવતા હોય છે.
 

 

 • ભારતની સૌથી ઊંચી દીવાદાંડી વિશાખાપટ્ટનમમાં આવેલી છે.
 

 

 • વૈદ્ય સુશ્રુતને ચિકિત્સાપદ્ધતિના પ્રણેતા માનવામાં આવે છે.
 

 

 • ૧૮૯૬ સુધી એકમાત્ર ભારતમાં જ હીરા મળી આવતા હતા.
 

 

 • ચંદ્રનું કદ અને પેસિફિક મહાસાગરનું કદ એક સમાન છે.
 

 

 • પહેલી વાર ક્રેડિટ કાર્ડ ૧૯૫૧માં ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
 

 

 • પેપર ક્લિપની પેટન્ટ જોહાનન વાલેરે સૌ પ્રથમ વાર ૧૯૦૧માં લીધી હતી.
 

 

 • ઉતર ભારતમાં ૬૦ ટકા લોકો શુદ્ધ શાકાહારી છે જ્યારે આખા ભારતમાં ૩૬
  ટકા લોકો શુદ્ધ શાકાહારી છે.
 

 

 • માણસ ૨૪ કલાકમાં લગભગ ૪,૮૦૦ શબ્દો બોલી શકે છે.

 

 • વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.

 

 • પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે.

 

 • વિશ્વનું સૌથી ઝડપી એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં
  આવી છે.
 

 

 • ૧૮૩૦ના સમયગાળામાં કેચઅપનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો.

 

 • અટાકામા નામના રણમાં ચારસો વર્ષથી વરસાદ નથી પડયો.

 

 • સામાન્ય રીતે વ્યક્તિ એક મિનિટમાં બાર વાર પલક ઝપકાવે છે.

 

 • રોમને સાત પહાડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે.

 

 • ભારતમાં ટપાલખાતામાં પીનકોડ પ્રથાની શરૃઆત ૧૯૭૨માં અમલમાં આવી હતી.

 

 • નાગાલેન્ડની માતૃભાષા અંગ્રેજી છે.

 

 • સ્વાદમાં ખાટું મધ એકમાત્ર બ્રાઝિલના જંગલોમાં જોવા મળે છે.
 

 

 • વંદો પોતાના 6 પગ વડે એક સેકન્ડમાં એક મીટર કવર કરનાર સૌથી ઝડપી
  પ્રાણી છે.
 

 

 • જાણીતા નમેલા પિસાના ટાવર પરથી અત્યાર સુધી 50 લોકો પડ્યા છે.
 

 

 • ‘Bookkeeper’ એ એક એવો શબ્દ છે જેમાં ત્રણ મૂળાક્ષરો સળંગ એકસાથે
  બે વખત આવે છે.
 

 

 • પ્રત્યેક મચ્છર એક વાર લોહી ચૂસે તો 12,00,000 મચ્છર મનુષ્યનું
  સંપૂર્ણ લોહી ખેંચી શકે.

 

 • મનુષ્યની આંખોની સાઈઝ જન્મથી સરખી જ હોય છે જ્યારે નાક અને કાન
  વધતાં રહે છે.
 

 

 • એમરિકન એરલાઈન્સે 1987માં સલાડમાં ફક્ત ઓલિવ ન પીરસતા 40000 ડોલરની
  બચત કરી હતી.
 

 

 • વાંસનું ઝાડ દિવસમાં લગભગ ત્રણ ફુટ જેટલુ વધે છે.
 

 

 • અમેરિકામાં દરરોજ લગભગ ૭૫ એક૨ પિઝા ખાવામાં આવે છે.
 

 

 • હાડકા સ્ટીલ કરતા પાંચ ગણા વધારે મજબુત હોય છે.
 

 

 • ઊધઈનું આયુષ્ય વીસ વર્ષ હોય છે.
 

 

 • તારા માછલી (સ્ટાર ફિશ) એક મિનિટમાં ૬ ઈંચ જેટલું જ અંતર કાપી શકે
  છે.
 

 

 • ચીનનું શાંઘાઈ શહેર એ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.
 

 

 • વિશ્વમાં જુદાં જુદાં દેશોમાં એરપોર્ટ પર બર્ડ હીટની સમસ્યા
  નિવારવા બાજ પક્ષીનો ઉપયોગ કરવામાં આવે છે.
 

 

 • પિઆનોને ધ કિંગ ઓફ ધ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે વાદ્યોનો સરતાજ
  તરીકે ઓળખવામાં આવે છે.
 

 

 • વિશ્વના સૌથી જૂના પર્વતો સ્કોટલેન્ડના હાઈલેન્ડ છે. આ પર્વતો ૪૦
  કરોડ વર્ષ જૂના માનવામાં આવે છે.
 

 

 • સાપ કરડવાને કારણે થતા મૃત્યુની વ્યક્તિઓની સરખામણીમાં મધમાખીના
  કારણે થતા મૃત્યુની સંખ્યા વધુ છે.
 

 

 • મહિનાની પહેલી તારીખ રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે
  શુક્રવાર જ આવતો હોય છે.
 

 

 • ટોમ સોયરનવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો.
 

 

 • વિશ્વનો સૌથી વિશાળ પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧
  ફૂટ લંબાઈ ધરાવે છે.
 

 

 • દિવસ દરમિયાન વ્યક્તિ સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી
  હોય છે.
 

 

 • એક સંશોધન મુજબ વિશ્વમાં રોજ ઓછામાં ઓછી વીસ બેન્કોમાં લૂંટ થાય
  છે.
 

 

 • વાયોલિન લાકડાંના ૭૦ ટુકડાંઓને જોડીને બનાવવામાં આવે છે.
 

 

 • એક ઔંસ મિલ્ક ચોક્લેટમાં ૬ મિલિગ્રામ કેફિન હોય છે.
 

 

 • એક દિવસમાં ૮૬,૪૦૦ સેકન્ડ હોય છે.
 

 

 • પ્રશાંત મહાસાગરમાં ૨૫,૦૦૦થી પણ વધુ દ્વીપ આવેલાં છે.
 

 

 • અમેરિકામાં ઊગતા એક વૃક્ષને જો હલાવવામાં આવે તો તેમાંથી માણસના
  હસવાનો અવાજ આવે છે.
 

 

 • વિશ્વની સૌથી લાંબી બસ અમેરિકામાં છે. લંબાઈ ૭૬ ફૂટ, ૧૧ ટન વજનની આ
  બસમાં ૧૨૧ મુસાફરો બેસી શકે છે.
 

 

 • વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.
 

 

 • પિઝાના ટાવરનું બાંધકામ ૯૮ વર્ષ ચાલ્યું હતું.
 

 

 • લિઓનાર્ડો દ વિન્ચી અક્ષરોને ઊંધા લખવાની આદત ધરાવતા હતા.
 

 

 • ૧૭૯૮માં પહેલી વાર સોડા વોટર શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો.
 

 

 • ઓસ્કર એવોર્ડ આપવાનું આયોજન પહેલી વાર ૧૯૨૭માં કરાયું હતું.
 

 

 • પહેલું ક્રેડિટ કાર્ડ ૧૯૫૧માં અમેરિકન એક્સપ્રેસ દ્વારા ઈશ્યુ
  કરવામાં આવ્યું હતું.
 

 

 • વોશિંગ્ટનમાં આવેલા વ્હાઈટ હાઉસની ડિઝાઈન આયર્લેન્ડના જેમ્સ હોબને
  તૈયાર કરી હતી.
 

 

 • વિશ્વમાં સૌથી ઊંચુ વાંસનું વૃક્ષ મલાયા અને બોર્નિયોમાં છે.
 

 

 • બટાકાની કાતરીની શોધ સૌ પ્રથમ વાર ક્રુમ નામની વ્યક્તિએ શોધી હતી.
 

 

 • હવાઈઅન ભાષામાં માત્ર બાર જ મૂળાક્ષરો છે.
 

 

 • રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો
  સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય
  છે.
 

 

 • ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ
  હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી.
 

 

 • ટપાલટિકિટો બહાર પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. પોસ્ટેજ
  સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી.
 

 

 • એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન
  પહેર્યાં હતાં.
 

 

 • દુનિયામાં અન્ય મહિના કરતાં જુલાઈ મહિનામાં સૌથી વધારે અકસ્માત
  થયાં છે.
 
By HT. Gaurang Joshi

અજાયબ હકીકત – ૧

અંગ્રેજી
મૂળાક્ષરોમાં સ્મોલ લેટર આઈમાં જે ઉપર મીડું કરવામાં આવે છે તેને ટાઇટલ
તરીકે ળખવામાં આવે છે.

 

૧૪૯૨માં ક્રિસ્ટોફર કોલંબસે વેસ્ટ ઈન્ડીઝ ટાપુની શોધ કરી હતી.

 

સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા ૮ મિનિટ અને ૧૭ સેકન્ડનો સમય
લાગતો હોય છે.

 

સર આઈઝેક ન્યૂટનની માતા ન્યૂટનને ખેડૂત બનાવવા માંગતી હતી અને તે
માનતી હતી કે ખેડુત બનવા માટે શિક્ષણની જરૂર નથી.

 

સત્તર વર્ષની ઉંમરે રાફેલે ચિત્રકળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના
મેળવી હતી.

 

લોકસભામાં એક પણ દિવસ ન જનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી ચૌધરી
ચરણસિંહ હતા.

 

વોલ્ટ ડિઝની ઉંદરોથી ડરતા હતા.

 

નાઈલ નદી ૬,૬૯૦ કિમી લંબાઈ ધરાવે છે.

 

સ્પેનનો અર્થ સસલાંનું શહેર એવો થાય છે.

 

એક પેન્સિલની મદદથી ૩૫ માઈલ લાંબી રેખા દોરી શકાય છે.

 

વિશ્વમાં સૌથી વધુ
વેનિલા ફ્લેવરનો આઈસ્ક્રીમ પસંદ કરવામાં આવે
છે.

 

અવકાશયાત્રી નીર્લ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલાં ડાબો પગ મૂક્યો
હતો.

 

બરફને પ્રવાહી એમોનિયામાં રાખવામાં આવે તો તે પીગળતો નથી.

 

પેંગ્વિન એ એકમાત્ર એવું પક્ષી છે જે પાણીમાં તરી શકે છે પણ ઊડી
નથી શકતું.

 

અબરખ ધાતુનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે.

 

લક્કડખોદ પક્ષી એક સેકન્ડમાં 20 વખત પોતાની ચાંચથી પ્રહાર કરી શકે
છે.

 

દુનિયાની તમામ કીડીઓનું વજન વિશ્વના તમામ મનુષ્યો કરતાં વધારે છે.

 

વોલ્ટ ડિસની કે જેઓ મિકિ માઉસ કાર્ટુનનાં રચયિતા છે, તેઓ વાસ્તવમાં
ઉંદરથી ડરતા હતાં.

 

મોના લિસા નામના પ્રખ્યાત ચિત્રમાં નજર આવતી મહિલાની આંખો પર
આઈબ્રો નથી કારણ કે તે જમાનામાં ઈટાલીમાં આઈબ્રો દૂર કરાવવાની ફેશન હતી.

 

હિમાલય પર્વત પૃથ્વીના દસમાં ભાગની સપાટી પર ફેલાયો છે.

 

બાર્બિ નામની પ્રખ્યાત ઢિંગલીનું નામ Barbie Millicent Roberts નામની વ્યવસાયી મહિલા પરથી પડ્યું છે.

 

પ્રખ્યાત ચિત્ર મોના લિસા એક સમયે નેપોલિયન બોનાપાર્ટના બેડરૂમમાં
લટકાવવામાં આવતું હતું.

 

મોટાભાગે બાળકોની ઉંચાઈ તેના પિતા અને વજન તેની માતા પર નિર્ધારિત
હોય છે.

 

The Wizard of Oz નામની ફિલ્મમાં સિંહના ચામડામાંથી બનાવેલા
વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

કાગળના સામાન્ય ટૂંકડાને સાતથી વધુ વખત વાળવો ખૂબ જ મુશ્કેલ છે.

 

કીડી ક્યારેય ઊંઘતી નથી.

 

આપણા સૌરમંડળમાં શુક્ર એકમાત્ર ગ્રહ છે જે ઘડિયાળના કાંટાની જેમ
ફર્યા કરે છે.

 

ચન્દ્ર પર અવકાશયાત્રીઓના પગલાં 10 મિલિયન વર્ષ સુધી ટકી રહે છે.

 

ભૂંડની ચામડી સૂર્યના કિરણોથી દાઝે છે.

 

કોકા-કોલાનો વાસ્તવિક રંગ લીલો હતો.

 

મનુષ્ય પાણી પીધા વિના 11 દિવસ જીવી શકે છે.

 

ઝિબ્રા સફેદ રંગ સાથે કાળા પટ્ટાવાળા હોય છે નહીં કે કાળા રંગ સાથે
સફેદ પટ્ટાવાળા.

 

અંગ્રેજી ભાષામાં વિશ્વના તમામ ખંડોનાં નામનો પ્રથમ અને અંતિમ
અક્ષર સમાન છે.

 

જ્યારે તમે મેઘધનુષ્ય નિહાળી રહ્યાં હોય ત્યારે સૂર્ય તમારી પાછળની
બાજુએ હોય છે.

 

વિશ્વમાં સૌથી વધુ સિનેમા થિયેટર રશિયામાં આવેલા છે.

 

એક પેન્સિલમાંથી આશરે 35 માઈલ લાંબી લીંટી દોરી શકાય છે.

 

નર્સરીના અભ્યાસમાં Jack શબ્દનો ઉપયોગ સૌથી વધુ થાય છે.

 

મોટાભાગના લોકો પોતાની કોણીએ જીભ અડાડી શકતા નથી.

 

ચાર વર્ષના બાળકો એક દિવસમાં સરેરાશ 437 પ્રશ્નો પૂછતા હોય છે અને
તેમાં ખાસને આમ શા માટે બને છે ? તેવો પ્રશ્ન વારંવાર કરતા હોય છે.

By HT. Gaurang Joshi

ક્લાસરૂમમાં ટીચરને બદલે રોબોટ ભણાવશે !

ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિશાળ ફલક ગણાતા માનવીઓની માફક હરતા ફરતા રોબોટ હવે પશ્ચિમ એશિયાની એકેડેમિક અને રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ્સમાં દસ્તક આપી રહ્યા છે ત્યારે આ કારણોથી અહીંના વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં શૈક્ષણિક ગતિવિધિઓમાં ક્રાંતિ આવવાની સંભાવનાઓ જોવા મળે છે.

ફ્રાંસીસી કંપની એલ્ડેબરાન રોબોટિક્સે ઇન્ટેલ સાથે મળીને પશ્ચિમ એશિયાના શૈક્ષણિક સંસ્થાનોમાં માનવ જેવા કાર્યો કરનારા નાઓ રોબોટ્સની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. ઇન્ટેલની એટમ ટેક્નોલોજીથી ભરપુર નાઓ પ્રથમ રોબોટ છે, જેનો ઉપયોગ એક માનક અનુસંધાન મંચની રીતે કરવામાં આવે છે. સાથે સાથે તેનો ઉપયોગ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જીનીયરીંગ અને ગણિતના વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક ઉપાયની રીતે કરી શકાશે.

નાઓ રોબોટમાં વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ સોફ્ટવેર કોરિયોગ્રાફી અને એક 3ડી સિમુલેટરની સાથે વિભિન્ન એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસેજ લાગેલા છે. એલ્ડેબરાન રોબોટિક્સના સીઇઓ બ્રુનો મેસોનિયરે કહ્યું કે દસ વર્ષ પહેલા લોકોને વિશ્વાસ નહતો કે કોમ્પ્યુટર શૈક્ષણિક કાર્યોમાં એક શિક્ષકનું કામ કરશે. આવનારા વર્ષોમાં રોબોટ એક ક્લાસરૂમ માટે એટલા જ મહત્વપુર્ણ હશે જેટલા આજે કોમ્પ્યુટર છે.

By HT. Gaurang Joshi

વાંદરાભાઇ ચાલ્યા રાજા બનવા

આનંદનગરમાં સૌ પ્રજાજનો હંમેશાં આનંદમાં જ રહેતા હતા. આ નગરના રાજા વિરાટસિંહ મહાપ્રતાપી હતા. રાજાને પશુ-પક્ષીઓ બહુ ગમતા હતા. તેમણે એક વાંદરો પાળ્યો હતો. આ વાંદરાને સોનાનું આસન અને રૂપાની સાંકળ. વાંદરો રેશમી કિંમતી કપડાં પહેરતો હતો. તેને હાથી-ઘોડાની સવારી કરવા મળે. જાત-જાતનાં ભોજન અને પકવાન જમવા મળે. રાજાનો વાંદરો હોવાથી તેને બહુ માન-પાન મળે. રાજાને ખુશ કરવા, રાજાને વ્હાલા થવા રાજાના મંત્રી-મંડળના સભ્યો પણ આ વાંદરાને સલામ કરે. એટલે વાંદરાભાઇ તો રાજીના રેડ.

એક દિવસ વાંદરાભાઇ એકલા રાજગાદીએ બેઠાં બેઠાં વિચારોમાં ખોવાઇ ગયા. આ નગરની રાજગાદીએ બેસવાનો મને જ માત્ર અધિકાર મળ્યો છે. ક્યા પ્રાણી કે પક્ષીની ત્રેવડ છે કે આ રાજ સિંહાસને બેસી શકે? તો પછી આ નગરના જંગલનો રાજા તો હું જ છું! રાજાની સાથે રહેતાં આ વાંદરાભાઇને રાજા બનવાનાં કોડ જાગ્યા. આ ઝાડથી પેલા ઝાડ પર છલાંગ મારતાં-મારતાં વાંદરાભાઈ જંગલમાં આવી પહોંચ્યા.

જંગલના પ્રાણીઓ અને પક્ષીઓની સભા બોલાવી. વાંદરાભાઇએ પોતાના મનની વાત કહી કે, ‘આ જંગલના નગરની રાજગાદીએ બેસવાનો માત્ર મને એકને જ અધિકાર છે તેથી આ જંગલનો રાજા તો હું જ છું! જો તમે મને રાજા તરીકે નહીં સ્વીકારો તો હું આ નગરના રાજા વિરાટસિંહને તમારી ફરિયાદ કરીશ. મારી ફરિયાદ સાંભળીને રાજા તમામ પક્ષીઓ પ્રાણીઓને આ જંગલમાંથી હાંકી કાઢશે. દરેક પક્ષી-પ્રાણીને વાંદરાભાઇની ધમકી અને વાંદરાભાઇની લાયકાત જોઇ વાંદરાભાઇનો જંગલના રાજા તરીકે સ્વીકાર કર્યો.

વાંદરાભાઇ રાજા બનતાં જ ઠાંઠમાઠમાં રહેવા લાગ્યા. રાજા હોવાથી કામ કરવાનું નહીં. માત્ર બધા ઉપર હુકમ કરવા લાગ્યા.’મોરલાંઓ તમે નૃત્ય કરી મને ખુશ કરો, કોયલ તું ગીત સંભળાવ. સમડીઓ તમે નગરમાં જઇ સોનાનાં હાર લાવીને મારી રાણીને ખુશ કરો. શિયાળ તું મને મીઠી મીઠી શેરડી ખવડાવ. કાગડાઓ તમે મને સ્વાદિષ્ટ વાનગી લઇ આવો.’વાંદરાભાઇ રાજા બન્યા પછી આળસુ બની ગયા. બધાં વાંદરાભાઇના ત્રાસથી કંટાળી ગયા. ચતુર કાગડો આ ત્રાસથી બચવા સિંહને મળ્યો પછી એક યુક્તિ ઘડી.

કાગડો વાંદરા પાસે ગયો અને કહ્યું, ‘જો આજ્ઞા આપો તો દરેક પ્રાણી વતી એક વાત કહેવી છે.’ ‘સૌ કોઇને પોતાની વાત રાજાને કહેવાની છુટ છે, બોલો!’ વાંદરાએ કહ્યું. કાગડો બોલ્યો, ‘જંગલના દરેક પ્રાણીની ઇચ્છા છે કે આપનું વિજય સરઘસ નીકળે. દરેકને પોતાનાં નવા રાજાના દર્શન અને અભિવાદન કરવાની તક મળે.’

વાંદરાભાઇ, ‘હા, ચોક્કસ કાલે જ વિજય સરઘસ ફરશે. તૈયારી કરો!’સૂર્યદેવનો ઉદય થતાં જ પહાડ જેવા વડ નીચે જંગલના પ્રાણીઓ-પક્ષીઓ આવવા લાગ્યા. વિરાટસિંહનો હાથી વાંદરાભાઇનો મિત્ર હોવાથી વાંદરાભાઇ હાથી ઉપર સવાર થયા. ઊંટભાઇએ શરણાઈના મંગળ સૂર રેલાવ્યા. રિછે ઢોલ વગાડ્યા.

હરણાં ડિસ્કો કરતા હતા. મોરલાંઓ નૃત્ય કરતા હતા. મોટો ઉત્સવ હોય એવું ખુશીનું વાતાવરણ જામ્યું હતું. ખિસકોલીઓ, ઉંદર અને સરલાં બે હાથ ઊંચા કરી નવા રાજાનું અભિવાદન કરતા હતા. વાંદરાભાઇનું વિજય સરઘસ આનંદ કિલ્લોલ સાથે ફરી રહ્યું હતું.

કાગડાની યુક્તિ મુજબ વિરાટસિંહ છુપાઇને આ વાંદરાભાઇના વિજય સરઘસનું સ્વાગત કરવા તૈયાર હતા. જ્યાં આ સરઘસ આવ્યું કે વાંદરાના આ તમાશાને જોઇ રાજા વિરાટસિંહ ક્રોધે ભરાયા. વિરાટસિંહ વાંદરા પર હુમલો કરે એ પહેલાં જ બાજ પક્ષીનો અવાજ સંભળાયો કે, ‘વાંદરાભાઇ, બીજા જંગલનો રાજા સિંહ તમે રાજા બન્યા હોવાથી તમારી સાથે લડાઇ કરી જીત મેળવવા આવી રહ્યો છે.’ છુપાયેલા વિરાટસિંહ આ શબ્દો સાંભળી ઘૂસણખોર સિંહ તરફ દોડ્યો. બંને સિંહ વચ્ચે લડાઇ થઇ.

ઘૂસણખોર સિંહ ઘાયલ થઇ હાર માનીને ત્યાંથી નાસી ગયો. વિજયી થયેલા સિંહની સૌ પ્રાણીઓએ જય-જયકાર કરી. નવા બની બેઠેલાં રાજા વાંદરાભાઇ તો આ બે સિંહોની લડાઇ જોઇને ઊભી પૂંછડીએ નાસી ગયા. કાગડાએ કહ્યું, ‘રાજગાદીએ બેસી જવાથી રાજા બની જવાતું નથી. રાજા બનવા તો સિંહનું કાળજું હોવું જોઇએ. બળ-બુદ્ધિ-હિંમત જેવા સદ્ગુણ હોય તો જ ઉચ્ચ સ્થાને પહોંચી શકાય છે.’

બોધ: બળ-બુદ્ધિ-હિંમત જેવા સદ્ગુણ હોય તો જ ઉચ્ચ સ્થાને પહોંચી શકાય છે.

By HT. Gaurang Joshi