અજાયબ હકીકત – ર

 

 

 • દરિયાનું
  બધું જ પાણી બાષ્પીભવન થતા તેમાંથી જે મીઠું બને તેના થી પૃથ્વી પર પાંચસો
  ફૂટ જાડું સ્તર બને
 

 

 • ગુડ બાય શબ્દ ગોડ બાય પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ છે – ગોડ બી
  વિથ યુ. એટલે કે ઈશ્વર તમારી સાથે રહે.

 

 • કેટલાક દેશોમાં રસોઈમાં ડુંગળીના બદલે ટયૂલિપ ફૂલનો ઉપયોગ કરવામાં
  આવે છે.

 

 • પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સુગંધ પારખવાની ક્ષમતા વધુ હોય છે.
 

 

 • સહરાનું રણ અમેરિકા ખંડ જેટલી વિશાળતા ધરાવે છે.
 

 

 • કેનેડાનો અર્થ બિગ વિલેજ એટલે કે મોટું ગામડું એવો થાય છે.
 

 

 • ૮ નવેમ્બર, ૧૭૯૩ના રોજ ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન લુઅર મુલાકાતીઓ
  માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
 

 

 • હવાઇન ભાષામાં માત્ર બાર જ મૂળાક્ષરો છે.
 

 

 • ૧૯૩૨માં શિયાળામાં નાયગ્રા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો હતો.
 

 

 • કોઈ પણ વૃક્ષ કરતાં ઓકનું વૃક્ષ વીજળીને કારણે સૌથી ઝડપથી નાશ પામે
  છે.

 

 • સત્તર વર્ષની ઉંમરે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનારા
  રાફેલ સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
 

 

 • કાર ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવનાર બુગાતીને એસેન્ટ્રિક જિનિયસના
  ઉપનામથી નવાજવામાં આવતા.
 

 

 • મહાન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે ચિત્રો દોરવાની શરૂઆત કરી
  હતી.
 

 

 • ઈ.સ. પૂર્વે ૨૪૬માં કિન શાસક દ્વારા ચીનમાં ટેરાકોટા આર્મીનું
  નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
 

 

 • એતોર બુગાતીએ ૧૯૦૯માં બુગાતી કંપનીની સ્થાપના કરી હતી.
 

 

 • પિકાસોને લુઅર મ્યુઝિયમમાંથી મોનાલીસાના ચિત્રની ચોરી કરવાના
  આરોપમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં
  આવ્યા હતા.
 

 

 • ન્યૂ યોર્કમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ર્ટિમનલ રેલવે સ્ટેશન
  વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે.
 

 

 • ૧૫૦૦ની સાલમાં પહેલી વાર કાચની બોટલનો ઉપયોગ થયો હોવાનું માનવામાં
  આવે છે.
 

 

 • વ્હાઈટ હાઉસના નિર્માણ માટેની સ્પર્ધામાં આઈરિશ ડિઝાઈનર જેમ્સ
  હોબાનની ડિઝાઈન પસંદ કરવામાં આવી હતી.
 

 

 • કોલકાતામાં આવેલું ઇન્ડિયા મ્યુઝિયમ ભારતનું સૌથી જૂનું અને સૌથી
  મોટું મ્યુઝિયમ છે.

 

 • વ્યક્તિ એક મિનિટમાં વધુમાં વધુ બસો શબ્દો વાંચી શકવાની ક્ષમતા
  ધરાવે છે.

 

 • માર્ગરેટ થેચર બ્રિટનનાં પ્રથમ મહિલા વડાપ્રધાન હતાં.
 

 

 • વાસ્કો-દ-ગામાની સમાધિ કેરળના કોચી ખાતે આવેલી છે.
 

 

 • ૧૯૦૯માં રોબર્ટ પિઅરીએ ઉત્તર ધ્રુવની શોધ કરી હતી.
 

 

 • વરસાદનું એક ટીપું વધુમાં વધુ ૧૮ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર
  વરસતું હોય છે.
 

 

 • આફ્રો-એશિયન ગેમ્સનું પહેલી વાર આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં
  આવ્યું હતું.
 

 

 • એક બ્લડસેલને સમગ્ર શારીરિક તંત્રનું ચક્કર લગાવતા સાઠ સેકન્ડનો
  સમય લાગતો હોય છે.
 

 

 • ડીએનએ વિશેની પહેલવહેલી જાણકારી ૧૮૬૯માં ફ્રેડરિક મિશલરે આપી હતી.
 

 

 • ન્યૂટન સંસદસભ્ય રહ્યાં તે દરમિયાન માત્ર એક જ વાક્ય બોલ્યા હતા,જે
  વાક્ય સંસદની બારી ઉઘાડવા માટેનું હતું.
 

 

 • દર મહિને આપણા વાળ બે મિલિમીટર જેટલાં વધતાં હોય છે.
 

 

 • ઓકના વૃક્ષમાં ચોવીસ કલાકમાં પચીસ ગેલન જેટલું પાણી બાષ્પીભવન થાય
  છે.
 

 

 • કાચિંડો એક સમયે બે જુદી જુદી દિશાઓમાં રહેલી વસ્તુઓને એકસાથે જોઈ
  શકે છે.
 

 

 • ગ્રેટ બેરિયર રિફ બે હજાર કિમીનો વિસ્તાર આવરે છે.
 

 

 • મનુષ્યના શરીરમાં રહેલી રક્તવાહિનીઓ ૬૨,૦૦૦ માઈલ જેટલી લાંબી થઈ
  શકે છે.
 

 

 • કિંગ તૂત જ્યારે રાજા બન્યો ત્યારે તે નવ વર્ષનો હતો.
 

 

 • વાળની એક લટનું આયુષ્ય સાત વર્ષનું હોય છે. પુરુષોની સરખાણીમાં
  સ્ત્રીઓમાં વાળ વધવાનો દર ઓછો હોય છે.
 

 

 • લંડન બ્રિટન અને યુરોપનું સૌથી મોટું શહેર છે.

 

 • કેટલાંક પતંગિયાં તેમની ઇચ્છા પ્રમાણે રંગ બદલી શકતા હોય છે.

 

 • દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ
  ઝડપથી થાય છે.
 

 

 • ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય
  છે.
 

 

 • પતંગિયાની સ્વાદ પારખવાની ક્ષમતા તેમના પગમાં હોય છે.
 

 

 • મોઝાર્ટે ચાર વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
 

 

 • સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ તેજાના તરીકે કરવામાં
  આવે છે.
 

 

 • વિશ્વમાં સૌથી લાંબો તાજા પાણીનો સ્ત્રોત અમેરિકાના મિશિગનમાં
  આવેલો છે.
 

 

 • ઈટાલિયન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે તેના પિતા પાસે ચિત્ર
  દોરવાની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
 

 

 • બેલ્જિયમમાં સ્ટ્રોબેરીનો સંગ્રહ કરતું અનોખું સંગ્રહાલય આવેલું
  છે.
 

 

 • ક્લાઉડ મોનેટ નામના ચિત્રકારે તેમના મોટાભાગના ચિત્રો તેમના અડિયલ
  શિક્ષકને ધ્યાનમાં રાખીને દોર્યા હતા.
 

 

 • જાપાનમાં બસો જેટલા જ્વાળામુખી આવેલા છે.
 

 

 • વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં આવેલી છે.
 

 

 • લિયોનાર્ડો દ વિન્ચી ચિત્રકારની સાથે સાથે જાણીતા આર્કિટેક્ટ પણ
  હતા.
 

 

 • ૧૯૧૧માં પાબ્લો પર મોનાલીસાના ચિત્રની ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો
  હતો.
 

 

 • બાઈબલમાં યુએફઓનો ઉલ્લેખ જોવા મળે છે.
 

 

 • રોક એન્ડ રોલ મ્યુઝિકની શરૂઆત ૧૯૩૦-૪૦ના ગાળામાં થઈ હતી.
 

 

 • હવાઈ ટાપુના પારંપરિક નૃત્યનું નામ હુલા ડાન્સ છે.
 

 

 • ડો. ઝાકિર હુસૈન ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા.
 

 

 • જનરલ કે.એમ. કરિઅપ્પા ભારતીય સૈન્યના પ્રથમ વડા હતા.
 

 

 • ખજૂરાહોનાં સ્થાપત્યોનું નિર્માણ ઈ.સ. પૂર્વે ૯૫૦ થી ૧૦૫૦ની વચ્ચે
  કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
 

 

 • જી.ડી.બીસ્ટને વિશ્વના સૌથી ઝડપી શોર્ટહેન્ડ લેખક તરીકે ઓળખવામાં
  આવતા.
 

 

 • જીવજંતુઓ-કીટકોના અભ્યાસને એન્ટેમોલોજી તરીકે ઓળખવામાં આવે છે.
 

 

 • ૧૬૦૦ના સમયગાળામાં હોલેન્ડમાં સોના કરતાં ટયુલિપ બલ્બ નામનાં
  ફૂલોનું મૂલ્ય વધારે માનવામાં
  આવતું હતું.
 

 

 • કપડાં પર પડેલાં ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં
  આવે છે.
 

 

 • વિશ્વનો બીજા નંબરનો સક્રિય જ્વાળામુખી મોના લાઓ હવાઈમાં આવેલો છે.
 

 

 • ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ઈ.સ. ૧૯૩૫માં થઈ હતી.
 

 

 • ભારતના ઇતિહાસમાં શાસન કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા રઝિયા (સુલતાન)
  બેગમ હતી.
 

 

 • વાંસનું ઝાડ દિવસમાં લગભગ ત્રણ ફુટ જેટલુ વધે છે.
 

 

 • હાડકા સ્ટીલ કરતા પાંચ ગણા વધાર મજબુત હોય છે.
 

 

 • બતકના અવાજનો ક્યારેય પડઘો નથી પડતો.

 

 • વિશ્વમાં કુંવારપાઠાની 200થી પણ વધુ જાતો જોવા મળે છે.

 

 • કુંવારપાઠાની છાલનો ઉપયોગ ફર્સ્ટ એઈડ એટલે કે ઈજા થઈ હોય તો તેને
  ઠીક કરવા માટે કરવામાં આવે છે.
 

 

 • દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ
  ઝડપથી થાય છે.
 

 

 • ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય
  છે.
 

 

 • લાસ વેગાસમાં કેસિનોમાં ઘડિયાળ નથી રાખવામાં આવતી.
 

 

 • મનુષ્યોના દાંત ખડક જેટલી મજબૂતાઈ ધરાવતા હોય છે.
 

 

 • દેડકાં એક જ સમયે ઉપર, નીચે અને આજુબાજુ એમ ત્રણેય દિશામાં જોઈ
  શકવાની ક્ષમતા ધરાવે છે.
 

 

 • થોમસ એડિસને હેલ્લો શબ્દની શોધ કરી હતી.
 

 

 • સંસ્કૃતમાં બનનારી પ્રથમ ફિલ્મ આદિ શંકરાચાર્યહતી.
 

 

 • સ્વતંત્રતા-સ્વાધીનતાનું ઘોષણાપત્ર હેમ પેપર પર તૈયાર કરાય છે.
 

 

 • શરદી બાદ બગાસાંને ચેપી રોગ માનવામાં આવે છે.
 

 

 • તીતીઘોડા પોતાની પાંખોને પાછળના પગ સાથે ઘસીને ખાસ પ્રકારનો અવાજ
  કાઢે છે.
 

 

 • બતકના અવાજનો પડઘો નથી પડતો.
 

 

 • યોગનો જન્મ ૫,૦૦૦ વર્ષ પૂર્વે ભારતમાં થયો હતો.
 

 

 • પક્ષીજગતમાં કિવી નામના પક્ષીમાં જ ગંધ પારખવાની આવડત હોય છે.
 

 

 • કાકાકૌઆ નામનું પક્ષી આરામ કરતી વખતે ચાંચને પીંછાં પર ગોઠવી દે
  છે.
 

 

 • મનુષ્યોના દાંત ખડક જેટલી મજબૂતાઈ ધરાવતા હોય છે.
 

 

 • ભારતની સૌથી ઊંચી દીવાદાંડી વિશાખાપટ્ટનમમાં આવેલી છે.
 

 

 • વૈદ્ય સુશ્રુતને ચિકિત્સાપદ્ધતિના પ્રણેતા માનવામાં આવે છે.
 

 

 • ૧૮૯૬ સુધી એકમાત્ર ભારતમાં જ હીરા મળી આવતા હતા.
 

 

 • ચંદ્રનું કદ અને પેસિફિક મહાસાગરનું કદ એક સમાન છે.
 

 

 • પહેલી વાર ક્રેડિટ કાર્ડ ૧૯૫૧માં ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
 

 

 • પેપર ક્લિપની પેટન્ટ જોહાનન વાલેરે સૌ પ્રથમ વાર ૧૯૦૧માં લીધી હતી.
 

 

 • ઉતર ભારતમાં ૬૦ ટકા લોકો શુદ્ધ શાકાહારી છે જ્યારે આખા ભારતમાં ૩૬
  ટકા લોકો શુદ્ધ શાકાહારી છે.
 

 

 • માણસ ૨૪ કલાકમાં લગભગ ૪,૮૦૦ શબ્દો બોલી શકે છે.

 

 • વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.

 

 • પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે.

 

 • વિશ્વનું સૌથી ઝડપી એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં
  આવી છે.
 

 

 • ૧૮૩૦ના સમયગાળામાં કેચઅપનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો.

 

 • અટાકામા નામના રણમાં ચારસો વર્ષથી વરસાદ નથી પડયો.

 

 • સામાન્ય રીતે વ્યક્તિ એક મિનિટમાં બાર વાર પલક ઝપકાવે છે.

 

 • રોમને સાત પહાડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે.

 

 • ભારતમાં ટપાલખાતામાં પીનકોડ પ્રથાની શરૃઆત ૧૯૭૨માં અમલમાં આવી હતી.

 

 • નાગાલેન્ડની માતૃભાષા અંગ્રેજી છે.

 

 • સ્વાદમાં ખાટું મધ એકમાત્ર બ્રાઝિલના જંગલોમાં જોવા મળે છે.
 

 

 • વંદો પોતાના 6 પગ વડે એક સેકન્ડમાં એક મીટર કવર કરનાર સૌથી ઝડપી
  પ્રાણી છે.
 

 

 • જાણીતા નમેલા પિસાના ટાવર પરથી અત્યાર સુધી 50 લોકો પડ્યા છે.
 

 

 • ‘Bookkeeper’ એ એક એવો શબ્દ છે જેમાં ત્રણ મૂળાક્ષરો સળંગ એકસાથે
  બે વખત આવે છે.
 

 

 • પ્રત્યેક મચ્છર એક વાર લોહી ચૂસે તો 12,00,000 મચ્છર મનુષ્યનું
  સંપૂર્ણ લોહી ખેંચી શકે.

 

 • મનુષ્યની આંખોની સાઈઝ જન્મથી સરખી જ હોય છે જ્યારે નાક અને કાન
  વધતાં રહે છે.
 

 

 • એમરિકન એરલાઈન્સે 1987માં સલાડમાં ફક્ત ઓલિવ ન પીરસતા 40000 ડોલરની
  બચત કરી હતી.
 

 

 • વાંસનું ઝાડ દિવસમાં લગભગ ત્રણ ફુટ જેટલુ વધે છે.
 

 

 • અમેરિકામાં દરરોજ લગભગ ૭૫ એક૨ પિઝા ખાવામાં આવે છે.
 

 

 • હાડકા સ્ટીલ કરતા પાંચ ગણા વધારે મજબુત હોય છે.
 

 

 • ઊધઈનું આયુષ્ય વીસ વર્ષ હોય છે.
 

 

 • તારા માછલી (સ્ટાર ફિશ) એક મિનિટમાં ૬ ઈંચ જેટલું જ અંતર કાપી શકે
  છે.
 

 

 • ચીનનું શાંઘાઈ શહેર એ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.
 

 

 • વિશ્વમાં જુદાં જુદાં દેશોમાં એરપોર્ટ પર બર્ડ હીટની સમસ્યા
  નિવારવા બાજ પક્ષીનો ઉપયોગ કરવામાં આવે છે.
 

 

 • પિઆનોને ધ કિંગ ઓફ ધ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે વાદ્યોનો સરતાજ
  તરીકે ઓળખવામાં આવે છે.
 

 

 • વિશ્વના સૌથી જૂના પર્વતો સ્કોટલેન્ડના હાઈલેન્ડ છે. આ પર્વતો ૪૦
  કરોડ વર્ષ જૂના માનવામાં આવે છે.
 

 

 • સાપ કરડવાને કારણે થતા મૃત્યુની વ્યક્તિઓની સરખામણીમાં મધમાખીના
  કારણે થતા મૃત્યુની સંખ્યા વધુ છે.
 

 

 • મહિનાની પહેલી તારીખ રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે
  શુક્રવાર જ આવતો હોય છે.
 

 

 • ટોમ સોયરનવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો.
 

 

 • વિશ્વનો સૌથી વિશાળ પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧
  ફૂટ લંબાઈ ધરાવે છે.
 

 

 • દિવસ દરમિયાન વ્યક્તિ સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી
  હોય છે.
 

 

 • એક સંશોધન મુજબ વિશ્વમાં રોજ ઓછામાં ઓછી વીસ બેન્કોમાં લૂંટ થાય
  છે.
 

 

 • વાયોલિન લાકડાંના ૭૦ ટુકડાંઓને જોડીને બનાવવામાં આવે છે.
 

 

 • એક ઔંસ મિલ્ક ચોક્લેટમાં ૬ મિલિગ્રામ કેફિન હોય છે.
 

 

 • એક દિવસમાં ૮૬,૪૦૦ સેકન્ડ હોય છે.
 

 

 • પ્રશાંત મહાસાગરમાં ૨૫,૦૦૦થી પણ વધુ દ્વીપ આવેલાં છે.
 

 

 • અમેરિકામાં ઊગતા એક વૃક્ષને જો હલાવવામાં આવે તો તેમાંથી માણસના
  હસવાનો અવાજ આવે છે.
 

 

 • વિશ્વની સૌથી લાંબી બસ અમેરિકામાં છે. લંબાઈ ૭૬ ફૂટ, ૧૧ ટન વજનની આ
  બસમાં ૧૨૧ મુસાફરો બેસી શકે છે.
 

 

 • વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.
 

 

 • પિઝાના ટાવરનું બાંધકામ ૯૮ વર્ષ ચાલ્યું હતું.
 

 

 • લિઓનાર્ડો દ વિન્ચી અક્ષરોને ઊંધા લખવાની આદત ધરાવતા હતા.
 

 

 • ૧૭૯૮માં પહેલી વાર સોડા વોટર શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો.
 

 

 • ઓસ્કર એવોર્ડ આપવાનું આયોજન પહેલી વાર ૧૯૨૭માં કરાયું હતું.
 

 

 • પહેલું ક્રેડિટ કાર્ડ ૧૯૫૧માં અમેરિકન એક્સપ્રેસ દ્વારા ઈશ્યુ
  કરવામાં આવ્યું હતું.
 

 

 • વોશિંગ્ટનમાં આવેલા વ્હાઈટ હાઉસની ડિઝાઈન આયર્લેન્ડના જેમ્સ હોબને
  તૈયાર કરી હતી.
 

 

 • વિશ્વમાં સૌથી ઊંચુ વાંસનું વૃક્ષ મલાયા અને બોર્નિયોમાં છે.
 

 

 • બટાકાની કાતરીની શોધ સૌ પ્રથમ વાર ક્રુમ નામની વ્યક્તિએ શોધી હતી.
 

 

 • હવાઈઅન ભાષામાં માત્ર બાર જ મૂળાક્ષરો છે.
 

 

 • રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો
  સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય
  છે.
 

 

 • ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ
  હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી.
 

 

 • ટપાલટિકિટો બહાર પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. પોસ્ટેજ
  સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી.
 

 

 • એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન
  પહેર્યાં હતાં.
 

 

 • દુનિયામાં અન્ય મહિના કરતાં જુલાઈ મહિનામાં સૌથી વધારે અકસ્માત
  થયાં છે.
 
Advertisements
By HT. Gaurang Joshi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s