ક્લાસરૂમમાં ટીચરને બદલે રોબોટ ભણાવશે !

ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિશાળ ફલક ગણાતા માનવીઓની માફક હરતા ફરતા રોબોટ હવે પશ્ચિમ એશિયાની એકેડેમિક અને રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ્સમાં દસ્તક આપી રહ્યા છે ત્યારે આ કારણોથી અહીંના વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં શૈક્ષણિક ગતિવિધિઓમાં ક્રાંતિ આવવાની સંભાવનાઓ જોવા મળે છે.

ફ્રાંસીસી કંપની એલ્ડેબરાન રોબોટિક્સે ઇન્ટેલ સાથે મળીને પશ્ચિમ એશિયાના શૈક્ષણિક સંસ્થાનોમાં માનવ જેવા કાર્યો કરનારા નાઓ રોબોટ્સની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. ઇન્ટેલની એટમ ટેક્નોલોજીથી ભરપુર નાઓ પ્રથમ રોબોટ છે, જેનો ઉપયોગ એક માનક અનુસંધાન મંચની રીતે કરવામાં આવે છે. સાથે સાથે તેનો ઉપયોગ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જીનીયરીંગ અને ગણિતના વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક ઉપાયની રીતે કરી શકાશે.

નાઓ રોબોટમાં વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ સોફ્ટવેર કોરિયોગ્રાફી અને એક 3ડી સિમુલેટરની સાથે વિભિન્ન એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસેજ લાગેલા છે. એલ્ડેબરાન રોબોટિક્સના સીઇઓ બ્રુનો મેસોનિયરે કહ્યું કે દસ વર્ષ પહેલા લોકોને વિશ્વાસ નહતો કે કોમ્પ્યુટર શૈક્ષણિક કાર્યોમાં એક શિક્ષકનું કામ કરશે. આવનારા વર્ષોમાં રોબોટ એક ક્લાસરૂમ માટે એટલા જ મહત્વપુર્ણ હશે જેટલા આજે કોમ્પ્યુટર છે.

By HT. Gaurang Joshi

Leave a comment