ગુણોત્સવ : ર૦૧૧ બીજો દિવસ November 25, 2011

ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતેના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના
ડેપ્‍યુટી
સેકેટરી શ્રી એમ.સી.સોની એ સી.આર.સી. એરાલમાં સમાવિષ્‍ટ વરવાડા શાળા ખાતે
શાળાનું મુલ્યાંકન કરી શાળાની પ્રવૃત્તિ તેમજ શિક્ષણ કાર્યની જાણકારી મેળવી
હતી. તેઓએ ધોરણ-૩ થી ૮ ના બાળકોનું ગુજરાતી-અંગ્રેજી વિષયોનું લેખન-વાંચન
તેમજ ગણિત વિષયનું મુલ્યાંકન કયું હતું તેમજ શાળામાં ભૌતિક
સુવિધાઓ
કમ્પ્યુટર દ્વારા શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, ઇકોકલબ, રમતોત્સવ જેવી બાબતોની પણ ચકાસણી કરી હતી.. શાળાઓમાં નિયમિત યોજાતી
પ્રાર્થના, ભજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટક, યોગા, વિદ્યાર્થીઓ અને
શિક્ષકોની જ્ઞાનગોષ્‍ટ‍િ
જેવી રોજીંદી ક્રિયાને‍ નિહાળી તેનું મુલ્યાંકન
કયું હતું.બાળકોના જન્મદિવસ ઉજવણી આજનું
ગુલાબ અને સ્વચ્છતા પર ભાર મુકવા
જેવા કાર્યક્રમો યોજી
તેઓનું સન્માન કયું હતું.

ડેપ્‍યુટી
સેકેટરી શ્રી એમ.સી.સોની એ બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા યોગ્ય
અને સંતોષકારક નહીં હોવાનો ઘટસ્ફોટ કરતાં ચકચાર મચી ગઇ હતી. બાળકોને
એક્ષ્પાયરી ડેઇટના ખાદ્ય પદાર્થો ખવડાવવામાં આવતું હોવાનું સનસનાટીભર્યુ
કૌંભાડ ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન બહાર આવ્યું હતું.સમગ્ર ઘટનાની તપાસ કરી
તાત્કાલિક રિપોર્ટ રજુ કરવાનો ફુડ અને ડ્ગ્‍સના અધિકારીશ્રીને આદેશ કરતાં
ફફડાટ ફેલાઇ ગયો છે.

લાયઝન
ઓફીસરશ્રીગૌરાંગ જોષી એ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવયું હતું કે, રાજય
સરકારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા દ્વારા વિદ્યાર્થી ભાઈ
બહેનોને શિક્ષણ લેવા પ્રેરીત કરવાનો અભૂતપૂર્વ જનઅભિયાન ઉપાડયું છે અને આ
કાર્યક્રમના પ્રોત્સાહક પ્રતિસાદથી વિદ્યાર્થી ભાઈ-બહેનોનું શાળાઓમાં
સ્થાયીકરણ રહે અને તેમને ગુણવતાસભર શિક્ષણ મળે તે માટે ગુણોત્સવ કાર્યક્રમનું ફળદાયી આયોજન કર્યુ છે
.રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણ માટે બધીજ સગવડો આપીછે,ત્યારે વાલીસમાજ પોતાના બાળકના વિકાસ પ્રત્યે ઉદાસિન રહે તે સ્થિતિ મંજૂર નથી.ગામ આખું શાળા અને શિક્ષક અંગે જાગૃત રહેતો
શિક્ષણની ગુણવત્તા ઊંચી આવ્યા વગર રહેવાની નથી
તેમ તેમણે ગ્રામસભામાં જણાવ્યું હતું.

શ્રી એમ.સી.સોની એ ઉદબોધનમાં જણાવ્‍યુંહતું કે, પ્રાથમિક શાળાના શિક્ષક, વિદ્યા સહાયક ભાઈ-બહેનો સાચા અર્થમાં કર્મયોગી બની કામગીરી કરી રહ્યા છે ત્યારે એક જનેતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે છે તેમ
જણાવી વાલીઓ અને માતાઓ પોતાના સંતાનોના સારા અભ્યાસ બાબતે જાગૃત થાય તે માટે હાકલ કરી હતી. બાળક શાળામાં શિક્ષણ અભ્યાસ ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓ તથા રમતગમતમાં પરસેવો પાડે, મોજમસ્તીના બાળપણ સાથે ઉમંગથી અભ્યાસ કરે અને બાળકો કુપોષણની પીડાથી મૂકત રહીને પૌષ્ટીક ભોજન, કોમ્પ્યુટર શિક્ષણ, યોગપ્રાર્થના સ્વચ્છતાની ટેવો સાથે સંસ્કાર પામે એ માટે શાળાના શિક્ષણ
પરિવાર તથા સમસ્ત ગ્રામવાલી
સમાજને પોતાની ઉદાસિનતાનું વલણ બદલવા તેમણે ગ્રામસભામાં પણ ખાસ અપીલ કરી
હતી.


ભૂતકાળમાં કોઇએ પ્રાથમિક શાળાના ભણતરની
ચિન્તા કરી હોય કે ના કરી હોયમારે મન ગામનું પ્રત્યેક બાળક, ગરીબ પરિવારનું બાળક
ભણે-ગણે અને કુપોષણથી મૂકત બને એની પ્રાથમિકતા છે
.વરવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો સાથ બેઠક યોજી શાળામાં શિક્ષણની સાથો સાથ બાળકોમાં ખેલકૂદ અને રમત ગમતમાં અભિરૂચિ વધે તથા ગુણવત્તાયુકત આંતરમાળખાકીય સવલતો પુરી પાડીને ઉત્તમ શિક્ષણ પુરૂ પાડવાનું સૂચવ્યું હતું.

વરવાડા શાળા ખાતે આ પ્રસંગે મુખ્ય શિક્ષક રાજેશ પગી તેમજ નટુભાઇ પટેલ, વાલીઓ, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન તેમજ માર્ગદર્શન સીઆરસી કોઓડિઁનેટર અને લાયઝન ઓફીસરશ્રીગૌરાંગ જોષી એ પૂરું પાડ્યું હતું.

Advertisements
By HT. Gaurang Joshi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s