ક્ષમતાવાન બનવું પણ અતિક્ષમતાવાન બનવું નહીં

એક તળાવમાં નાનાં-મોટાં દેડકાં રહેતાં હતાં. બધાં જ એકબીજાની સંભાળ લેતાં હતાં. એક વખત તળાવના કિનારે ઘાસ ખાવા માટે એક બળદ આવ્યો. તે જ વખતે પાણીમાંથી એક દેડકો બહાર આવ્યો. તેણે જીવનમાં પહેલી વખત બળદ જોયો હતો. તે બળદનું મોટું શરીર જોઈને ગભરાઈ ગયો અને ફરીથી પાણીમાં કૂદી ગયો. તે એક મોટા દેડકા પાસે ગયો અને તેને કહ્યું કે મેં તળાવની બહાર એક ભયંકર અને વિશાળકાય દાનવ જોયો, જેને શિંગડાં છે, એક લાંબી પૂંછડી છે.

બીજા એક દેડકાએ કહ્યું કે તે દાનવ નથી તે તો બળદ છે, પરંતુ એક વૃદ્ધ અને ઘમંડી દેડકો કે જેણે ક્યારેય બળદ જોયો નહોતો તે આ વાત સ્વીકારવા તૈયાર નહોતો. તે બોલ્યો કે એટલો મોટો પણ નહીં હોય મારાથી થોડો મોટો હશે. હું તો મારી જાતને મોટી પણ કરી શકું છું. એમ કહીને તેણે પોતાના શરીરને ફુલાવવાનું શરૂ કરી દીધું, જેથી તે મોટો થઈ જાય. નાનો દેડકો તેને જોઈને બોલ્યો કે બળદ તો તેના કરતાG વધારે મોટો છે.

વૃદ્ધ દેડકો બળદ તેના કરતાં વધારે મોટો નહીં હોય એમ વિચારીને પોતાના શરીરને ફુલાવતો ગયો. તેણે જ્યારે તેની ક્ષમતા કરતા વધારે શરીર ફુલાવ્યું તો તેનું શરીર ફાટી ગયું અને તે મૃત્યુ પામ્યો. સતત સક્રિય રહીને પોતાની ક્ષમતાને વધારવી સારી છે, પણ તેના અંતિમ બિંદુથી ઉપર જવાનો પ્રયાસ કરવો તે મુશ્કેલીને આમંત્રિત કરવા જેવું છે. તેથી ક્ષમતાવાન બનો પણ અતિક્ષમતાવાન બનવાનો પ્રયત્ન ન કરો.

Advertisements
By HT. Gaurang Joshi

ગુજરાતમાં સૌપ્રથમ

 • ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે
 • ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ પ્રકાશિત કર્યું.
 • Indumatiben Sheth was the first lady Minister of Gujarat.
  § Gujarat ranks 1st in production of cotton and groundnut and 2nd in production of tobacco. 
 • First Gujarati School : Surat , 1836` 
 • ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનુ પહેલુ રાજ્ય બની ગયુ છે. 
 • સૌ પ્રથમ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન ની ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી.
 • ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? – Correct Answer: રાજકોટ 
 • ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા 
 • ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭ 
 • ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ 
 • છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા – 1842 Surat 
 • ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? Correct Answer: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા 
 • ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી 
 • ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇહતી? Ans: અમદાવાદ-૧૯૦૫ 
 • સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

By HT. Gaurang Joshi

ભારતમાં સૌ પ્રથમ


ગવર્નર
જનરલવોરન હેસ્ટીંગ
૧૭૭૩

વાઇસરોય
લોર્ડ કેનિંગ
૧૮૫૮

રાષ્ટ્રીય કોંગ્રસના પ્રમુખ
વ્યોમેશચંદ્ર બેનરજી
૧૮૮૫

બ્રિટીશ પાર્લામેન્ટના હિન્દી સભ્ય
દાદાભાઈ નવરોજી
૧૮૯૧

નોબેલ પારિતોષિક વિજેતા (સાહિત્ય )
રવીન્દ્રનાથ ટાગોર
૧૯૧૩

નોબેલ પારિતોષિક વિજેતા ( વિજ્ઞાન )
ડો .સી. વી. રામન
૧૯૩૦

માઉન્ટ એવરેસ્ટ વિજેતા
શેરપા તેનસિંગ
૧૯૫૩

વડા પ્રધાન
જવાહરલાલ નેહરુ
૧૯૪૭

રાષ્ટ્રપતિ
ડો. રાજેન્દ્રપ્રસાદ
૧૯૫૦
૧૦
સરસેનાપતિ
.કે.એમ.કરિઅપ્પા
૧૯૪૯
૧૧
આઇ.સી.એસ.
સત્યેન્દ્રનાથ ઠાકુર
૧૯૪૦
૧૨
લોકસભા ના અધ્યક્ષ
ગણેશ વી. માવળકર
૧૯૫૨
૧૩
અવકાશયાત્રી
રાકેશ શર્મા
૧૯૮૪
૧૪
લશ્કરના ફીલ્ડમાર્શલ
જનરલ માણેકશા
૧૯૭૧
૧૫
નાયબ વડાપ્રધાન
સરદાર વલ્લભભાઈ
૧૯૪૮
૧૬
૧૮૫૭ વિપ્લવનો શહીદ
મંગલ પાંડે
૧૮૫૭
૧૭
વ્યકિતગત સત્યાગ્રહના સત્યાગ્રહી
વિનોબા ભાવે
૧૯૪૦
૧૮
મુસ્લિમ રાષ્ટ્રપતિ
ડો.ઝાકીર હુસેન
૧૯૬૭
૧૯
દલિત રાષ્ટ્રપતિ
ડો. કે. આર. નારાયણન
૧૯૯૭
૨૦
મહિલા રાષ્ટ્રપતિ
પ્રતિભા પાટીલ
૨૦૦૯

· ભારત દેશના સૌપ્રથમ ગવર્નર જનરલ – 

By HT. Gaurang Joshi

વર્ષ 2011 દરમિયાન સરકારે જાહેર કરેલી રજાઓ

રાજ્ય
સરકારે નવા વર્ષની જાહેર રજાઓની યાદી જાહેર કરી છે, જેમાં ધૂળેટી, ગાંધીજયંતી અને
નાતાલ રવિવારે આવે છે.

જાહેર રજાનું
નામ…………..તારીખ…………..વાર

મકરસક્રાંતિ…………..૧૪મી
જાન્યુઆરી, ૨૦૧૦…………..શુક્રવાર
પ્રજાસત્તાક દિન…………..૨૬મી
જાન્યુઆરી, ૨૦૧૧…………..બુધવાર
ઇદ-એ-મિલાદ-ઉન્નબી…………..૧૬મી
ફેબ્રુઆરી, ૨૦૧૧…………..બુધવાર
મહા શિવરાત્રી…………..૨જી માર્ચ, ૨૦૧૧…………..બુધવાર
ચેટીચાંદ…………..૫મી એપ્રીલ, ૨૦૧૧…………..મંગળવાર
શ્રી રામ નવમી…………..૧૨મી એપ્રીલ, ૨૦૧૧…………..મંગળવાર
આંબેડકર જયંતી…………..૧૪મી એપ્રીલ, ૨૦૧૧…………..ગુરુવાર
મહાવીર જયંતી …………..૧૬મી એપ્રીલ, ૨૦૧૧…………..શનિવાર
ગુડ ફ્રાઇડે…………..૨૨મી એપ્રીલ, ૨૦૧૧…………..શુક્રવાર
પરશુરામ જયંતી…………..૫મી મે, ૨૦૧૧…………..ગુરુવાર
રક્ષાબંધન …………..૧૩મી ઓગસ્ટ, ૨૦૧૧…………..શનિવાર
સ્વાતંત્રય દિન…………..૧૫મી ઓગસ્ટ, ૨૦૧૧…………..સોમવાર
પતેતી…………..૧૯મી ઓગસ્ટ, ૨૦૧૧…………..શુક્રવાર
જન્માષ્ટમી…………..૨૨મી ઓગસ્ટ, ૨૦૧૧…………..સોમવાર
રમઝાન ઈદ…………..૩૧મી ઓગસ્ટ, ૨૦૧૧…………..બુધવાર
સંવત્સરી…………..૧લી સપ્ટેમ્બર, ૨૦૧૧…………..ગુરુવાર
દશેરા…………..૬ઢ્ઢી ઓક્ટોબર, ૨૦૧૧…………..ગુરુવાર
દિવાળી…………..૨૬મી ઓક્ટોબર, ૨૦૧૧…………..બુધવાર
નૂતન વર્ષ દિન…………..૨૭મી ઓક્ટોબર, ૨૦૧૧…………..ગુરુવાર
ભાઈબીજ…………..૨૮મી ઓક્ટોબર, ૨૦૧૧…………..શુક્રવાર
સરદાર પટેલ જયંતી…………..૩૧મી ઓક્ટોબર, ૨૦૧૧…………..સોમવાર
બકરી ઈદ…………..૭મી નવેમ્બર, ૨૦૧૧…………..સોમવાર
ગુરુ નાનક જયંતી…………..૧૦મી નવેમ્બર, ૨૦૧૧…………..ગુરુવાર
મહોરમ…………..૬ઢ્ઢી ડિસેમ્બર, ૨૦૧૧…………..મંગળવાર

નીચેની રજા રવિવારે આવતી હોવાથી સામાન્ય રજાના
દિવસ તરીકે જાહેર કરાઈ નથી

હોળી બીજો દિવસ (ધૂળેટી) ૨૦મી માર્ચ, ૨૦૧૧
રવિવાર
ગાંધીનો જન્મદિન ૨જી ઓક્ટોબર, ૨૦૧૧ રવિવાર
નાતાલ…………..૨૫મી
ડિસેમ્બર, ૨૦૧૧ રવિવાર

ઉપર જાહેર કરેલી મુસ્લીમોની કોઇપણ રજાઓ જાહેર કરેલા
દિવસે આવતી ન હોય તો, તે તહેવાર જે દિવસે ખરેખર ઉજવાય તે દિવસે સરકારના મુસ્લિમ
કર્મચારીઓને મરજિયાત રજા આપી શકાશે. આ હુકમો રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન
તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે.

By HT. Gaurang Joshi

સી.આર.સી. – એરાલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ

એરાલ, તા. ૮-૮-૧૧

એરાલ પાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા શાળાના તમામ કુમારોને રાખડી બાંધવામાં આવી. આ પ્રસંગે કલસ્‍ટર રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું. શાળાના મુ.શિ. રાજેશભાઇ પગીએ બળેવ વિશે સમજ આપી હતી. ઉ.શિ. મમતાબેને પટેલએ નાળિયેરી પૂનમનું મહત્વ સમજાવ્યું. ઉ.શિ. મીનાબેન ખાંટએ અભિમન્યુ અને કુંતી તથા ઉ.શિ. નરેશભાઇ પટેલએ ઇન્દ્ર અને ઇન્દ્રાણીની વાર્તા કહી રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું. ઉજવણી બાદ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

By HT. Gaurang Joshi

સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન – ૨૦૧૧

Dt. 30-08-2011
સી.આર.સી. એરાલના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનના વિષયોમાં ખેતી અને ખાદ્ય સુરક્ષા ઉર્જા સ્ત્રોત અને સંરક્ષણ સ્વાસ્થ્ય, પર્યાવરણીય સમસ્યાઓ અને ચિંતાઓ, ગણિત અને રોજબરોજનું જીવન આપતી વ્યવસ્થાપન જેવા વિભાગોમાં કુલ ૧૬ કૃતિ ૭ શાળાઓના ૩૨ જેટલા વિદ્યાર્થીઓ અને ૧૬ માગદશક શિક્ષકો એ ભાગ લઈ પ્રદર્શન યોજ્યું હતું. સર્વશ્રેષ્ઠ કૃતિ લાવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સી.આર.સી. કો ઓડીનેટરશ્રી ગૌરાંગ જોષીએ જણાવેલ કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળ વૈજ્ઞાનિકોમા રહેલી સર્જનાત્મીકતાને બહાર લાવવા માટેનો છે.આ પ્રકારના ગણિત અને વિજ્ઞાનના પ્રદર્શનને લીધે બાળકોમા ગણિત અને વિજ્ઞાન વિષયમા નવી ઋચી કેળવવા માટેનો હોય છે.બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરવામા આવેલી કૃતિ ઓ ક્યારેય સમાજજીવન માટે અસરકારક અને ઉપયોગી બનતી હોય છે.બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજતા હોય છે.
સમગ્ર ગણિત-વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા આચાર્યશ્રી રાજેશભાઇ પગી અને સમગ્ર શાળા પરિવારએ ભારે જહેમત ઉઠાવી હતી.

By HT. Gaurang Joshi

શિક્ષકો માટે વર્ષ – ર૦૧૧ના રાજ્ય પારિતોષિક જાહેર

૧૬ પ્રાથમિક શિક્ષકો, ૩ માધ્યમિક શિક્ષકો, ૬ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો અને ૪ આચાર્યોની રાજ્ય પારિતોષિક માટે પસંદગી

તા. પમી સપ્ટેમ્બર-શિક્ષકદિને રાજ્યપાલશ્રીના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરાશે

ગાંધીનગર, ગુરૂવારઃ વર્ષ ર૦૧૧ માટેના ગુજરાત રાજયના શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક રાજ્ય સરકારે જાહેર કર્યાં છે. તદ્દઅનુસાર ૧૬ પ્રાથમિક શિક્ષકો, ૩ માધ્યમિક શિક્ષકો, ૬ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો અને ૪ આચાર્યોની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે.

આગામી તા. પમી સપ્ટેમ્બર-ર૦૧૧ શિક્ષકદિને રાજ્યપાલશ્રીના વરદહસ્તે આ રાજ્ય પારિતોષિક આપવામાં આવનાર છે.

શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર પ્રત્યેક શિક્ષકને યોગ્ય ડીઝાઇનથી અંકિત કરેલ રેશમી કાપડ ઉપર છાપેલાં યોગ્યતા પ્રમાણપત્ર, રૂા. ર૧,૦૦૦નો રોકડ પુરસ્કાર અને શાલ અર્પણ કરાશે. રાજ્ય પારિતોષિક માટે પસંદગી પામેલાં શિક્ષકો-આચાર્યોની યાદી આ મુજબ છે.

શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક, વર્ષ-ર૦૧૧ મેળવનાર પ્રાથમિક શિક્ષકો

ક્રમ

નામ

સરનામું

1. 

પ્રવિણાબેન માધવલાલ પટેલ

બાલીસણા પ્રાથમિક શાળા નં. ર, તા.જિ. પાટણ

ર.

વિમળાબેન નારણદાસ પટેલ

ધનશ્યામનગર પ્રાથમિક શાળા, માણેકપરા, તા. માણસા, જિ. ગાંધીનગર

૩.

શ્રી રમેશભાઇ માધાભાઇ પરમાર

મોમાઇપુરા (વરસોડા) પ્રાથમિક શાળા, તા. માણસા, જિ. ગાંધીનગર

૪.

શ્રીમતી જશીબેન વજાભાઇ બુબડિયા

ભાણપુરા પ્રાથમિક શાળા, તા. દાંતા, જિ. બનાસકાંઠા

પ.

શ્રી અમૃતજી વેલાજી ઠાકોર

કમાલપુર પ્રાથમિક શાળા, તા. વડગામ, જિ. બનાસકાંઠા

૬.

રમાબેન કાનજીભાઇ પટેલ

થાંભા પ્રાથમિક શાળા, પો. નશીકપુર, તા. સંતરામપુર, જિ. પંચમહાલ

૭.

કલાવતીબેન વિઠ્ઠલભાઇ પટેલ

આલમગઢ પ્રાથમિક શાળા, તા. વાધોડિયા, જિ. વડોદરા

૮.

શ્રી ગોવિંદભાઇ ભાલાભાઇ ભાલિયા

સિંહાપુરા પ્રાથમિક શાળા, તા. વાધોડિયા, જિ. વડોદરા

૯.

શ્રી રમેશભાઇ જીવણભાઇ પટેલ

ખાંભડા પ્રાથમિક શાળા, તા. ચિખલી, જિ. નવસારી

૧૦.

શ્રી પ્રકાશભાઇ એમ. પટેલ

સુખાલા પ્રાથમિક શાળા, તા. કપરાડા, જિ. વલસાડ

૧૧.

રેવાબેન એમ. થોરાત

મગોદ મહાફળિયા પ્રાથમિક શાળા, તા. જિ. વલસાડ

૧ર.

શ્રી જીતેન્દ્રભાઇ હંસરાજભાઇ ધામી

ઉજળા પ્રાથમિક શાળા, મુ. ઉજળા, તા. જામકંડોરણા, જિ. રાજકોટ

૧૩.

અનિલાબેન શંભુભાઇ ગજેરા

શ્રી કન્યા શાળા, ધોધાાવદર, તા. ગોંડલ, જિ. રાજકોટ

૧૪.

શ્રી વિનુભાઇ ધુસાભાઇ પદમાણી

શ્રીમતિ આર.જી. ચોવટીયા પ્રાથમિક શાળા, મોટી ખિલોરી, તા. ગોંડલ, જિ. રાજકોટ

૧પ.

શ્રી હરદેવસિંહ ટપુભા ગોહિલ

ગોરીમાળી પ્રાથમિક શાળા, તા. ધોધા, જિ. ભાવનગર

૧૬.

જાગૃતિબેન કાંતિભાઇ ઓઝા

સીતારામનગર પ્રાથમિક શાળા(નરેડી) તા. વંથલી, જિ. જુનાગઢ

શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક, વર્ષ-ર૦૧૧ મેળવનાર માધ્યમિક શિક્ષકો

ક્રમ

નામ

સરનામું

1. 

શ્રી ટંડેલ વસનાભાઇ ગુલાબભાઇ(મ.શિ)

મુ.પો. સેગવી, તા. જિ. વલસાડ

ર.

શ્રી જાંજરૂકિયા રતિલાલ રવજીભાઇ, મ.શિ.

શ્રીમતી આર. જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ, જુનાગઢ

૩.

શ્રી બારડ ઇશ્વરલાલ પરસોત્તમભાઇ

મુ. જાળીયા, વાયા બાબાપુર, તા. જિ. અમરેલી

શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક, વર્ષ-ર૦૧૧ મેળવનાર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો

ક્રમ

નામ

સરનામું

1. 

ર્ડા. વર્ષાબેન ભુપેન્દ્રભાઇ પારેખ

એમ.બી. પટેલ ઇંગ્લીસ મિડીયમ સ્કુલ, સર્વ વિઘાલય, સેકટર-ર૩, ગાંધીનગર

ર.

શ્રી નિતીન એચ. જોબનપુત્રા

શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ, સરકારી અને ઉચ્ચ.મા.શાળા, ભુજ-કચ્છ

૩.

શ્રી પટેલ અશોકકુમાર પરસોત્તમભાઇ

સર્વોદય વિઘામંદિર, દિવાળી પોળ, નડિયાદ, જિ. ખેડા

૪.

શ્રી ગોહિલ મહેન્દ્રસિંહ ભારતસિંહ

શ્રીમંત મહારાણા શ્રી મોહનદેવજી હાઇસ્કુલ, ધરમપુર, તા. ધરમપુર, જિ. વલસાડ

પ.

પન્નાબેન કે. પંડયા

શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, ગર્લ્સ હાઇસ્કુલ, ભક્તિનગર, એસ.બી.આઇ.ની બાજુમા, રાજકોટ

૬.

શ્રી ચાવડા ભરતકુમાર બેચરભાઇ

રા.શા. શ્રી ઝવેરચંદ મેધાણી હાઇસ્કુલ, બગસરા, જિ. અમરેલી

માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યો માટેના પારિતોષિક, વર્ષ-ર૦૧૧

ક્રમ

નામ

સરનામું

1. 

શ્રી પટેલ દશરથલાલ માધવલાલ

જી.ડી. હાઇસ્કુલ, વિસનગર, તા. વિસનગર, જિ. મહેસાણા

ર.

શ્રી પંડયા જ્યોતિર ઉપેન્દ્રભાઇ

શ્રીમતી આઇ.એન. ટેકરાવાળા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક હાઇસ્કુલ, સુગમ સોસાયટી, ધનમોરા કોમ્પલેક્ષ પાસે, અડાજણ, સુરત

૩.

શ્રી વધાસિયા વિઠ્ઠલભાઇ દુદાભાઇ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિઘાલય, ઢેબરભાઇ રોડ, રાજકોટ

૪.

શ્રી ર્ડા. જોષી ભૂપેન્દ્રકુમાર નારણભાઇ

શ્રીમતિ મણિબેન કોટક હાઇસ્કુલ, વેરાવળ, રાજેન્દ્રભુવન રોડ, સરકારી હોસ્પિટલ સામે, વેરાવળ, જિ. જુનાગઢ


 

By HT. Gaurang Joshi

૧લી જુલાઇ એટલે ‘ડૉક્ટર્સ ડે’

ભારતરત્નડૉ. બિધાનચંદ્ર રૉયની યાદમાં દર વર્ષે દેશમાં ડૉક્ટર્સ ડે ની ઊજવણી

ડૉ. રૉયની જન્મ અને મૃત્યુની સમાન તારીખ એટલે ૧લી જુલાઇ

ડૉક્ટર એટલે પૃથ્વી પર ઇશ્વરનું બીજું સ્વરૂપ”-આ વાક્યને વર્તમાન તબીબી સેવાઓએ સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. ૩૬૫ દિવસ અને ૨૪ કલાક સેવા આપતા તબીબો અને તેમના સહકર્મીઓને સલામ અને નમન કરવાનો દિવસ એટલે ૧લી જુલાઇ.

વિશ્વમાં ડૉક્ટર્સ ડેની સૌપ્રથમ ઊજવણી યુ.એસ.એ.માં કરવામાં આવી હતી. જ્યારે ભારતમાં ભારતરત્ન વિજેતા અને પશ્ચિમ બંગાળના પનોતા પુત્ર એવા ડૉ. બી.સી. રૉયની યાદમાં ડૉક્ટર્સ ડેની ઊજવણી કરવામાં આવે છે. ડૉ. રૉયનો જન્મ ૧લી જુલાઇ, ૧૮૮૨ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તબીબી સેવાઓની સાથે સાથે ડૉ. રૉય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. ભારત સરકાર દ્વારા તેમની તબીબી સિદ્ધિઓને ધ્યાને રાખીને ૧૯૬૧માં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નએનાયત કરવામાં આવ્યો હતો. નસીબ જોગ તેમની જન્મ અને મૃત્યુની તારીખ ૧લી જુલાઇ રહી છે. ડૉ. રૉયે ૧લી જુલાઇ, ૧૯૮૨ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

ડૉક્ટરનું મહત્વ ત્યારે જ સમજાય, જ્યારે દર્દનો અહેસાસ થાય. હાલમાં દેશ અને દુનિયામાં મેડિકલ સેવા અને સંશોધનોમાં તબીબ વિજ્ઞાને હરણફાળ ભરી છે. તબીબ વિજ્ઞાન માટે માનવ દેહમાં જીવનું પ્રત્યારોપણ કરવા સિવાય લગભગ તમામ સિદ્ધિઓ હાંસલ થઇ ચૂકી છે. જેમાં, હ્ય્દય, કિડની, લીવર, ફેફસાં અને તાજેતરમાં કરાયેલાં ચહેરાના ટ્રાન્સપ્લાન્ટેશનનો સમાવેશ કરી શકાય. તબીબી વિજ્ઞાન જેટલા વધુ સંશોધનો કરશે તેટલું માનવજાત માટે વધુ લાભકારક છે. પરંતુ એ સાથે આજે, ”ડૉક્ટર્સ ડેના રોજ ડૉક્ટર લાંબું જીવન જીવે તેવી પ્રભુને પ્રાર્થના.


 

By HT. Gaurang Joshi